HomeતાપણુંGujarat Election 2022: વલસાડમાં જનસભા સંબોધતા PM મોદી બોલ્યા - નરેન્દ્ર કરતા...

Gujarat Election 2022: વલસાડમાં જનસભા સંબોધતા PM મોદી બોલ્યા – નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ મોટા હોવા જોઈએ

Team Chabuk-Political Desk: પ્રધાનમંત્રી મોદીએ પ્રચારની કમાન સંભાળી છે. આજે તેઓ ગુજરાતમાં બે ચૂંટણી સભા સંબોધશે. ત્યારે વલસાડમાં ભવ્ય રોડ શો બાદ તેમણે જનસભાને સંબોધન કર્યું. PM મોદીએજનસભા સંબોધી કહ્યું, ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તે બાબતનો મને ગર્વ છે. આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ મોટા હોવા જોઈએ

PM મોદીએજનસભા સંબોધી કહ્યું, મારા માટે A ફોર આદિવાસી, મારી ABCD જ શરૂ થાય A FOR આદિવાસી. સાંજે જમવાના ટાઈમે પણ વીજળી નહોતી આવતી તેના બદલે આજે ગુજરાતમાં 24 કલાક વીજળી આવે છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અમે દિકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું છે.

વલસાડમાં જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, એ ફોર આદિવાસી, મારા માટે આ સૌભાગ્યની પળ છે. મારી ચૂંટણીની પહેલી સભા આદિવાસી ભાઈ-બહેનોના આર્શીવાદ લઈને થઈ રહી છે. દિલ્હીમાં પણ હવે વાવડ આવે કે, ગુજરાતના લોકોએ ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. જૂના બધા રેકોર્ડ તૂટશે. આ વખતે હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ.

PM મોદીએજનસભા સંબોધી કહ્યું, આ વિસ્તાર મારા માટે નવો નથી, અમે અહિં સાઈકલ લઈને ફરતા હતા. આ ચૂંટણી ના ભૂપેન્દ્ર લડે છે ના નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના લોકો લડે છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ અવિરત ચાલી રહ્યો છે. લોકતંત્રના ઉત્સવના આજે મંડાણ થઈ રહ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તે બાબતનો મને ગર્વ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments