Homeદે ઘુમા કેRohit Sharma: ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાના શતકવીર, રોહિત શર્મા સૌથી આગળ

Rohit Sharma: ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાના શતકવીર, રોહિત શર્મા સૌથી આગળ

Team Chabuk-Sports Desk: રોહિત શર્માએ ભારત તરફથી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 4 સદી ફટકારી છે. 2015માં સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી20 સદી ફટકારી હતી. આ પછી, તેણે 2017માં શ્રીલંકા સામે અને ફરીથી 2018માં ઈંગ્લેન્ડ સાથે રમતા ટી20 સદી ફટકારી હતી. 2018માં જ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે આ કારનામું કર્યું હતું.

ઓપનર કેએલ રાહુલના નામે T20માં કુલ 2 સદી છે. વર્ષ 2016માં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વખત ટી20માં સદી ફટકારી હતી. 2018માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર આ બેટ્સમેને ટી20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારીને હંગામો મચાવ્યો હતો.

સૂર્યકુમાર T20માં બે કે તેથી વધુ સદી ફટકારનાર ભારતનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે 20 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારીને કેએલ રાહુલની બરાબરી કરી હતી. સૂર્યાએ આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડમાં રમતી વખતે પ્રથમ સદી ફટકારી હતી.

પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ T20 વર્લ્ડ કપમાં ભારત માટે સદી ફટકારી હતી. 2010માં તેણે દક્ષિણ આફ્રિકા સામે 101 રનની ઇનિંગ રમી હતી. તે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

દીપક હુડ્ડાએ આયર્લેન્ડ વિરૂદ્ધ T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારીને અજાયબી કરી હતી. તેણે 57 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. તેણે જૂનમાં આ સદી ફટકારી હતી અને આવું કરનાર ચોથો ભારતીય બન્યો હતો.

વિરાટ કોહલીએ ખરાબ ફોર્મમાંથી ધમાકેદાર ટી20 સદી સાથે વાપસી કરી હતી. આ વર્ષે 8 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે એશિયા કપમાં તેણે ધમાકેદાર સદી ફટકારી હતી. તેણે 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી કુલ 122 રન બનાવ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments