HomeતાપણુંGujarat Election 2022: કમલમના બાંકડે બેસી વડાપ્રધાન મોદીએ નેતાઓ સાથે સંવાદ કર્યો,...

Gujarat Election 2022: કમલમના બાંકડે બેસી વડાપ્રધાન મોદીએ નેતાઓ સાથે સંવાદ કર્યો, જુઓ શાનદાર તસવીરો

Team Chabuk-Political Desk: : કમલમમાં વડાપ્રધાન મોદીએ આવીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેસ્યા હતા. નાનાથી લઈને જુના કાર્યકરોની તબિયત અને પરિવાર અંગે માહિતી મેળવી. સમગ્ર કાર્યાલયની કામગીરીની સમીક્ષા કરી હતી. પરિવારના લોકોની જેમ વડાપ્રધાને વાત કરી હતી. આ અંગે માહિતી ડૉ અનિલ પટેલે આપી હતી. તેમણે કહ્યું કે, કાર્યકરોએ ચૂંટણી કાર્યમાં થાક ન લાગતો હોવાનું જણાવ્યું હતું. સાહિત્ય અંગે પણ વાત કરી હતી. જુના -કાર્યકરોને નામ સાથે બોલાવી તેમની વર્તમાન સ્થિતિ અંગે પૂછ્યું હતું. કાર્યાલયના સ્ટાફને ભેગો કરી વડાપ્રધાને વાત કરી હતી. કાર્યકર્તાઓના કામને લઈને અને ભોજનને લઈને પૃચ્છા કરી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ભાગદોડ વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હળવો અંદાજ સામે આવ્યો. જી હાં, બોટાદમાં જનસભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્કી કાર્યક્રમ અનુસાર રાજભવન પહોંચવાના હતા. પરંતુ રાજભવન પહેલાં અચાનક જ પીએમ ગાંધીનગર કમલમ કાર્યાલયે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીના અચાનક પ્રવાસથી નેતાઓમાં જરૂર કચવાટ હતો કે આખરે આ પીએમની આ ઓચિંતી મુલાકાતનું કારણ શું હશે. જોકે, પીએમ મોદીએ આ સરપ્રાઈઝ મુલાકાતમાં રાજનીતિના બદલે એક પરિવારના મોભી હોય તેવી રીતે ત્યાં હાજર તમામ કાર્યકરો અને કમલમના કર્મચારીઓ સાથે તેમના પરિવાર અંગે ચર્ચા કરી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments