Team Chabuk-Entertainment Desk: અભિનય ક્ષેત્રે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જાણીતી બંગાળી અભિનેત્રી એન્ડ્રીલા શર્માનું (Aindrila Sharma) માત્ર 24 વર્ષની ઉંમરે નિધન થતા ગમગીની વ્યાપી જવા પામી છે.
આજે બ્રેઈન સ્ટ્રોકના કારણે રવિવારે કોલકાતાની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. અભિનેત્રી થોડા દિવસ પહેલા જ મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની હતી અને ત્યારથી તે સારવાર હેઠળ હતી. આ સારવાર દરમિયાન જ તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.
એન્ડ્રીલાને 1 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણીને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ હતું અને તેને ડાબી બાજુના ફ્રન્ટોટેમ્પોરોપેરીએટલ ડી-કમ્પ્રેસિવ ક્રેનિયોટોમી સર્જરી કરવામાં આવી હતી. નવેમ્બર 14 ના રોજ અભિનેતાને ઘણી વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદપ અભિનેત્રીની તબિયત લથડી હતી. આખરે એન્ડ્રીલાએ 20 નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા.
થોડા સમય પહેલા જ એન્ડ્રીલાનો બોયફ્રેન્ડ સબ્યસાચી ચૌધરીએ સોશિયલ મીડિયા વતી ચાહકોને અભિનેત્રીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું મારે આવુ લખવું પડશે. આજે દિવસ છે. એન્ડ્રીલા માટે પ્રાર્થના કરો. ચમત્કાર માટે પ્રાર્થના કરો. તે તમામ અવરોધો સામે લડી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
