Team Chabuk-national Desk: દેશભરમાં કોરોના વાઇરસની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ છે. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં લોકોના મોત પણ વધ્યા છે અને દૈનિક કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ કોરોનાના દૈનિક એક લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાની આ બીજી લહેરમાં કોરોના દર્દીઓમાં દેખાતા લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. પહેલાં તાવ, ઉઘરસ, સ્વાદ અને ગંધ ગાયબ થઈ જેવા લક્ષણો કોરોના દર્દીઓમાં જોવા મળતા હતા પરંતુ હવેની કોરોનાની નવી સ્ટ્રેઈનમાં કેટલાક નવા લક્ષણો પણ જોવા મળ્યા છે. તેથી આ નવા લક્ષણો જુના વેરિયન્ટ કરતાં કેટલા અલગ અને ઘાતક છે તે જાણવું જરૂરી છે.
આંખો લાલ થઈ જવી
હાલમાં ચીનમાં થયેલા એક અભ્યાસ મુજબ નવા સ્ટ્રેઈનમાં કેટલાક નવા લક્ષણોની ઓળખ થઈ છે. જેમાં આંખો થોડી લાલ અથવા ગુલાબી થઈ જવાનું પણ સામે આવ્યું છે. આંખો લાલ થવા ઉપરાંત આંખો સોજાઈ જવી અને આંખમાંથી પાણી નીકળવા જેવી તકલીફો પણ થઈ શકે છે.
કાનમાં તકલીફ
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, કોવિડ-19નો આ નવો સ્ટ્રેન કાન સાથે જોડાયેલી કેટલીક તકલીફો ઉભી કરી શકે છે. અભ્યાસમાં લગભગ 56 ટકા લોકોમાં આ તકલીફ જોવા મળી છે. જો તમને પણ કોઈ આવી તકલીફ જણાઈ રહી હોય તો તે કોરોના વાઇરસના નવા સ્ટ્રેનનું લક્ષણ હોઈ શકે છે.
પેટની સમસ્યા
પહેલાં કોરોનાના કારણે પેટથી ઉપરના ભાગમાં જ તકલીફો જોવા મળતી હતી પરંતુ નવા સ્ટ્રેઈનમાં પેટને લગતી સમસ્યાઓ પણ સામે આવી છે. નવા સ્ટ્રેનમાં લોકોને ડાયરિયા, ઉલ્ટી, પેટમાં દુઃખાવો, પાચન બરાબર ન થવું જેવી સમસ્યા ઉદભવી રહી છે.
બ્રેન ફોગ
કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થનાર લોકોમાં ન્યૂરોલોજિકલ ડિસોર્ડરની સમસ્યા જોવા મળી રહી છે. medRxivના એક રિપોર્ટ પ્રમાણે લાંબા સમય સુધી કોરોનાથી બીમાર રહેનારને બ્રેન ફોગ અથવા માનસિક કન્ફ્યૂઝનની સમસ્યા જોવા મળી છે. જેનાતી દર્દીઓની ઉંઘ અને યાદશક્તિ ગુમાવવા પર પણ અસર પડી રહી છે.
ધબકારાની સમસ્યા
જો તમે થોડા દિવસોથી હ્રદયના ધબકારાનો અનુભવ કરી રહ્યા હોય તો તેને નજરઅંદાજ ન કરતાં. મેયો ક્લિનિકના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કોરોનાના નવા સ્ટ્રેઈનની ઝપટમાં આવ્યા બાદ હ્રદયના ધબકારાની ઝડપ વધી જાય છે. JAMAમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે કોરોનામાંથી સાજા થઈ ગયેલા 78 ટકા લોકોમાં કાર્ડિયાકને લગતી સમસ્યા હોવાની વાત સામે આવી છે. જ્યારે 60 ટકા લોકોમાં મેયોકાર્ડિએલ ઈન્ફ્લેમેશનની સમસ્યા હોવાનું સામે આવ્યું છે.
માથુ દુઃખવું
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાનો નવો સ્ટ્રેઈન શરીરમાં અલગ અલગ રીતે હુમલો કરે છે. નવો સ્ટ્રેઈન ખૂબ જ ઘાતક હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. આ સ્ટ્રેઈન ફેફસાં અને શ્વસન તંત્રમાં ઝડપથી ફેલાય જાય છે. જેના કારણે ન્યુમોનિયા થાય છે જે કોરોનાને વધુ ઘાતક બનાવે છે.
કોરોનાની પ્રથમ લહેરના લક્ષણો પણ જાણો
કોરોનાની પ્રથમ લહેરમાં લક્ષણો થોડા અલગ જોવા મળતા હતા. જેમાં સુકી ઉધરસ, તાવ, ગળામાં દુઃખવું, શ્વાસ લેવામાં તકલીફ જેવા વધુ લક્ષણો જોવા મળતા હતા. જો કે હાલ નવા સ્ટ્રેઈનમાં આ લક્ષણો દેખાય તો સાવચેતી દાખવવી જોઈએ.
કોરોનાના પ્રથમ સ્ટ્રેઈનમાં સંક્રમિત થયા બાદ લોકોને સ્વાદ અને ગંધનો કોઈ અનુભવ થતો નહતો. જો કે હાલ પણ ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે કોઈપણ પ્રકારના રોગમાં માણસમાં સુંઘવાની અને સ્વાદ લેવાની ક્ષમતા પૂરી થઈ જાય છે.
ગત વર્ષે માર્ચ મહિનામાં ઈટલીમાં કેટલાક ડર્માટોલોજિસ્ટે કોરોના પોઝિટિવ દર્દીઓના પગની આંગળીઓમાં સોજા હોવાની વાત કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોરોના પોઝિટિવ થયા બાદ લોકોની ચામડીનો કલર થોડો ઘણો બદલાય જાય છે. ઘણા લોકોની ચામડી પર વાદળી અથવા રીંગણી કલર જેવા ડાઘ જોવા મળ્યા હતા.
અમેરિકાના વોશિંગ્ટન નર્સિંગ હોમની એક રિપોર્ટનું માનીએ તો લગભગ એક તૃતિયાંશ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યા હતા જેમાંથી અડધા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નહતા. કેટલાક દર્દીઓમાં સામાન્ય ગભરાહટ અને દુઃખાવો થવા જેવા સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા.
કેટલાક દર્દીઓમાં બંધ નાક અથવા વહેતું નાક જેવી સમસ્યા જોવા મળી હતી. જો કે નાક વહેવું એ કોરોનાનું લક્ષણ જ હોય તેમ માની ન લેવું. ઘણા લોકોને એલર્જીના કારણે પણ આ સમસ્યા થતી હોય છે.
કોરોનાથી સંક્રમિત ઘણા દર્દીઓમાં છીંક આવવી અને ગળામાં ખારાશ જેવી સમસ્યા જોવા મળી છે. છીંક આવવી એ કોરોનાનું જ લક્ષણ છે એમ પણ ન માની લેવું. ઘણી વખત એલર્જી અથવા શરદી થવાના કારણે આ સમસ્યા થતી હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત