Homeદે ઘુમા કેT20 વિશ્વકપ 2022: 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન આમને સામને

T20 વિશ્વકપ 2022: 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન આમને સામને

Team Chabuk-Sports Desk: આઈસીસીએ ટી ટ્વેન્ટી વિશ્વકપ 2022ના શેડ્યુલની ઘોષણા કરી દીધી છે. ભારતને સુપર-12માં પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકાની સાથે રાખવામાં આવ્યું છે. જ્યારે ચાર ટીમ શ્રીલંકા, નામિબિયા, વેસ્ટઈન્ડિઝ અને સ્કોટલેન્ડ 16 ઓક્ટોબરથી શરુ થઈ રહેલા પ્રથમ ચરણમાં ક્વોલિફાઈ કરવા માટે અભિયાનનો આરંભ કરશે. જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી બે ટીમને સુપર-12માં રમવાની તક મળશે. જ્યારે ભારતનો પ્રથમ મેચ એમસીજીમાં પાકિસ્તાનની વિરૂદ્ધ હશે. ટી ટ્વેન્ટી વિશ્વકપના મેચ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બરની વચ્ચે રમાશે.

ભારત પાંચ મેચ રમશે

ભારત સમગ્ર ટૂર્નામેન્ટમાં કુલ પાંચ મેચ રમશે. 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનની વિરૂદ્ધ, 27 ઓક્ટોબરના રોજ ગ્રુપ એની રનર અપની સામે, 30 ઓક્ટોબરના રોજ સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ, ચોથી મેચ 2 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે અને પાંચમો મેચ 6 નવેમ્બરના રોજ ગ્રુપ-બીની વિજેતા ટીમની સામે.

મેદાન કયા કયા?

ટી ટ્વેન્ટી વિશ્વકપના મેચનું આયોજન સાત સ્થળો પર કરવામાં આવ્યું છે. એડિલેડ, બ્રિસબેન, જિલૉન્ગ, હોબાર્ટ, મેલબર્ન, પર્થ અને સિડની. ફાઈનલ 13 નવેમ્બરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઊન્ડમાં યોજાશે. જ્યારે સેમીફાઈનલનું આયોજન 9 અને 10 નવેમ્બરના રોજ અનુક્રમે સિડની ક્રિકેટ ગ્રાઊન્ડ અને એડિલેડ ઓવલમાં થશે.

વિશ્વકપના મેચ માટે ટિકિટોનું વેચાણ સાતમી ફેબ્રુઆરીથી શરૂ થશે. જોકે આ દરમ્યાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું પણ રહેશે. ટી ટ્વેન્ટી વિશ્વકપનું આ આઠમું સંસ્કરણ હશે. આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપની શરૂઆત વર્ષ 2007થી થઈ હતી. પ્રથમ વિશ્વકપ ભારતે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં જીત્યો હતો. 2022 ઓસ્ટ્રેલિયામાં છે. ગત વર્ષે ટી ટ્વેન્ટી વિશ્વકપની ટ્રોફી પણ ઓસ્ટ્રેલિયાએ જ ન્યૂઝીલેન્ડને હરાવી જીતી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments