Homeદે ઘુમા કેT20 World Cup 2022: નેધરલેન્ડ સામે હારીને સાઉથ આફ્રિકા OUT ! હવે...

T20 World Cup 2022: નેધરલેન્ડ સામે હારીને સાઉથ આફ્રિકા OUT ! હવે ફાઈનલમાં IND vs PAK ?

Team Chabuk-Sports Desk: T20 World Cup 2022માં વધુ એક અપસેટ સર્જાયો છે. હવે નેધરલેન્ડે વિશ્વ કપ માટે દાવેદાર સાઉથ આફ્રિકાને 13 રને હરાવી ઘરભેગુ કર્યું છે. જેને લઈને ભારતની ઝિમ્બાબ્વે સામે ટક્કર પહેલાં જ સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. બીજી તરફ હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે પણ સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત છે. આજની મેચમાં જે જીતશે તે સેમીફાઈનલમાં પહોંચશે અને ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે.

159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 145 રન જ કરી શકી હતી. નેધરલેન્ડના બોલર્સના શાનદાર પ્રદર્શનના કારણે સાઉથ આફ્રિકાની ટીમની આશા પર પાણી ફરી ગયું છે. સાઉથ આફ્રિકાની શરૂઆતમાં વિકેટ પડ્યા બાદ ટીમ પ્રેસરમાં આવી હતી ત્યારબાદ કોઈ બેટર ઝડપથી રન બનાવી શક્યો ન હતો. જેના કારણે છેલ્લી ઓવરમાં 26 રનનું લક્ષ્ય હતું. જો કે, સાઉથ આફ્રિકાના બેટર માત્ર 12 રન જ બનાવી શક્યા.

નેધરલેન્ડ તરફથી સૌથી વધુ રન કોલિન એકરમેને બનાવ્યા. તેણે 26 બોલ પર 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રનનું યોગદાન આપ્યું. આ ઉપરાંત ઓપનર સ્ટીફન માયબર્ગે 37, મેક્સ ઓડાઉડે 29 અને ટોમ કૂપરે 19 બોલ પર 35 રન ફટકારી સાઉથ આફ્રિકા સામે સન્માનજનક સ્કોર ખડક્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજે 2, એનરિક નોર્કિયા અને એડન માર્કરમે 1-1 વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકા તરફથી ઓપનર બેટર ક્વિન્ટન ડીકોક ફરી એકવાર નિષ્ફળ રહ્યો. ડીકોક 13 બોલ પર 13 રન બનાવી પવેલિયન તરફ પરત ફર્યો. જ્યારે બાઉમા 20 બોલ પર 20, રિલી રોસો 19 બોલ પર 25, એડન માર્કરમ 13 બોલ પર 17, ડેબિડ મીલર 17 બોલ પર 17, હેન્રીચ ક્લાસેન 18 બોલ પર 21, કેશવ મહારાજ 12 બોલ પર 13 રન બનાવી શક્યો હતો. નેધરલેન્ડ તરફથી બ્લેન્ડોન ગ્લોવરે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં માત્ર 9 રન આપી સાઉથ આફ્રિકાના 3 બેટરને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઉપરાંત ફ્રેડ ક્લાસેને 2 અને બાસ ડી લીડેએ 2-2 તેમજ પોલ વાન મીકરને 1 વિકેટ ઝડપી હતી.

પોઈન્ટ્સ ટેબલ પર નજર કરીએ તો ગૃપ-2માં ભારત 6 પોઈન્ટ સાથે સૌથી ટોચ પર બેઠુ છે. જ્યારે સાઉથ આફ્રિકા 5 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. જો કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની આજની મેચ નક્કી કરશે કે બીજા સ્થાને કોણ આવશે. હાલ 4 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાન પર પાકિસ્તાન છે જ્યારે બાંગ્લાદેશ 4 પોઈન્ટ્સ સાથે 5મા સ્થાને છે.

તાજોતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments