Team Chabuk-Special Desk: કોઈ જધન્ય અપરાધ માટે કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવે. રાષ્ટ્રપતિ પાસે દયા અરજી જાય. યાચના જો ખારીજ કરવામાં આવે તો કોર્ટ દ્વારા નિયત કરેલા સમય પર ગુનેગારને ફાંસની સજા આપવામાં આવે. પણ એવું કોઈ દિવસ જોયું છે કે હાથીને ફાંસીની સજા આપવામાં આવે? 104 વર્ષં પહેલા હાથીને ફાંસીની સજા આપવામાં આવી હતી. આજે જાનવરો પ્રત્યે દયા દાખવવાની વાતો થાય છે પણ એ સમયે હાથીને ફાંસી આપવાની ઘટનાનું મોટી સંખ્યામાં લોકોએ સમર્થન પણ કર્યું હતું.
13 સ્પ્ટેમ્બર 1916ની તારીખ. જ્યારે અમેરિકાના ટેનિસી રાજ્યમાં બે હજારથી વધારે લોકોની ઉપસ્થિતિમાં મેરી નામના નર હાથીને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને અંગ્રેજીમાં Murderous Mary” નામથી ઓળખવામાં આવે છે. ફાંસી પર લટકાવવા પાછળનો પશ્વાદભુ પણ અગોચર હતું. ચાર્લી સ્પાર્ક નામનો એક વ્યક્તિ ટેનીસીમાં ‘સ્પાર્ક્સ વર્લ્ડ ફેમશ શો’ નામનું એક સર્કસ ચલાવતો હતો. એ સર્કસમાં કેટલાય જાનવર હતા. જેમાં મેરી નામનો એક એશિયાઈ હાથી પણ હતો.
ખાસ્સા ટન વજનનો વૃકોદર મેરી સર્કસનું મુખ્ય આકર્ષણ માનવામાં આવતો હતો. એક દિવસ મેરીના મહાવતે કોઈ કારણોસર સર્કસ છોડી દીધું. તેની જગ્યા કોઈ બીજા મહાવતે લીધી. મેરીને એ નવા મહાવત વિશે કોઈ જાણકારી નહોતી અને મહાવતને મેરી વિશે કોઈ જાણકારી નહોતી. મેરીને કાબૂમાં રાખવો એ મહાવત માટે ખૂબ આકરું થઈ પડતું હતું.
આ વચ્ચે એક સર્કસના પ્રમોશન માટે શહેરમાં પરેડ કરવામાં આવી. જેમાં તમામ જાનવરો પણ હતા અને કદાવર મેરી પણ. શહેરની વચ્ચોવચ્ચ પરેડ કાઢવામાં આવી. રસ્તામાં મેરીને કેટલીક ખાવાની વસ્તુઓ દેખાઈ તો તે ભોજન કરવા માટે એ દિશામાં ઉપડી પડ્યો. નવા મહાવતે મેરીને અટકાવવા માટે ભારે પ્રયત્નો કર્યો, પણ એ ઊભો ન રહ્યો. મહાવતે તેના કાનની પાછળ ભાલુ ફટકાર્યું. હાથી ગુસ્સે ભરાઈ ગયો. તેણે મહાવતને નીચે પટકી દીધો અને તેની ઉપર પોતાનો પગ રાખી પાંસડીઓ છાતીની બહાર કાઢી નાખી. મહાવત યમધામ પહોંચી ગયો.
ઘટનાને સાક્ષાત્ નજરે જોયા બાદ લોકો અહીંથી ત્યાં ભાગવા માંડ્યા. કેટલાક લોકો ત્યાં ઊભા ઊભા જ હાથીને મારવાની વાતો કરવા લાગ્યા અને નારા લગાવવા લાગ્યા. એ દિવસે આ સમગ્ર ઘટના શાંત પડી ગઈ. બીજા દિવસે અખબારમાં આ ઘટનાનું વિસ્તૃત વર્ગીકરણ છપાયું. એક એક વાત હતી અને બધી હાથીની વિરૂદ્ધમાં જ હતી. જે લોકોના કાને આ વાત નહોતી પડી તેમના કાને પણ પડી ગઈ અને તે લોકો પણ વહેતી ગંગામાં હાથ ધોવા માટે તૈયાર થઈ ગયા.
શહેરના લોકો સર્કસના માલિક ચાર્લી સ્પાર્કને કહેવા લાગ્યા કે, હાથીને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવે. ધમકી આપતા હતા કે, જો હાથી નહીં મરે તો સર્કસ લઈ ફરી શહેરમાં ન આવતા. માલિક પાસે કોઈ માર્ગ બચ્યો નહોતો. હવે નક્કી થયું, તો હાથીને કેવી રીતે મારવો તેના પર અણીવગરનાઓ વિચાર વિમર્શ કરતા હતા. કોઈ ટ્રેનની નીચે કચડી નાખવાની વાતો કરતું હતું, કોઈ કરન્ટ આપી મારી નાખવાની વાતો ઉચ્ચારતું હતું.
આ બધામાં નક્કી થયું ફાંસી આપવાનું. 100 ટન વજનના હાથીને ઉઠાવવા માટે 13 સપ્ટેમ્બર 1916ના રોજ ક્રેન મંગાવવામાં આવ્યું. ક્રેનની મદદથી મહાકાય હાથીને ફાંસી આપવામાં આવી અને તેને તડપાવી તડપાવીને મારી નાખવામાં આવ્યો. ઈતિહાસમાં હાથીને મારી નાખવાની આનાથી વધારે ક્રૂર ઘટના એક પણ નથી. જેમાં એક સાથે આટલા બધા માનવીઓ સંડોવાયેલા હોય. જેને ખ્યાલ હતો કે હાથીએ શા માટે તેને મારી નાખ્યો, તે તો હાથી પહેલા જ ઉપર પહોંચી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત