Homeદે ઘુમા કેઅબ તક 36 : વિરાટ કોહલીની ટીમના વામન અવતારથી જગત સ્તબ્ધ

અબ તક 36 : વિરાટ કોહલીની ટીમના વામન અવતારથી જગત સ્તબ્ધ

1974ની સાલમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એ પછી ભારત 1983નો વિશ્વકપ જીત્યું. 2003ના વિશ્વકપના ફાઈનલમાં પહોંચી. 2007નો ટી ટ્વેન્ટી વિશ્વકપ અને 2011નો વિશ્વકપ પણ જીત્યો. ટેસ્ટમાં પણ ખેલાડીઓ સારું પ્રદર્શન કરતા રહ્યા જેના કારણે એક સમયે ભારતની ટીમ 42 રનમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઓલઆઉટ થઈ ગઈ હતી, તે કોઈને યાદ ન હતું, પણ આજે યાદ આવી ગયું. વિરાટ કોહલીની બ્રિગેડે વિદ્યાર્થીઓનું જનરલ નોલેજ તાજું કરી નાખ્યું.

42 રનમાં ઓલઆઉટ થવાનો ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ તૂટી ગયો છે. હવે ભારતનો નવો રેકોર્ડ છે ઓસ્ટ્રેલિયા સામે 36 રનમાં આઉટ થવાનો. 6 રન ઓછા કરી તેમણે આ સિદ્ધી નોંધાવી છે. ગલી ક્રિકેટના ખેલાડીઓની જેમ ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ. કડડભૂસ…. એક પણ ખેલાડી ડબલ ડિજીટના આંકડા સુધી ન પહોંચી શક્યો.

ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડના મેદાનમાં રમતા ભારતીય ટીમ ડે-નાઈટ ટેસ્ટના ત્રીજા દિવસે માત્ર 90 મિનિટ મેદાનમાં ટકી શકી. 9 વિકેટ ગુમાવીને ભારતીય ટીમે 36 રન નોંધવ્યા અને ઓસ્ટ્રેલિયાની સામે 90 રનનો ટાર્ગેટ સેટ કર્યો. જોકે તમામ વિકેટો પડી નથી. ભારતીય ટીમનો આધારભૂત બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયો હતો અને તેને મેદાન છોડવાનો વારો આવ્યો હતો. ભારતીય ટીમનો કોળિયો કરવામાં ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને પેટ કમિન્સનો મોટો હાથ રહ્યો. જોશે 5 વિકેટ જ્યારે પેટ કમિન્સે 4 વિકેટ લીધી.

ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં ભારત અત્યાર સુધીના પોતાના ન્યૂનતમ સ્કોર પર છે. જોકે ભારતીય ટીમે વિશ્વ રેકોર્ડ નથી નોંધાવ્યો. ટેસ્ટમાં 26 રનમાં ઓલઆઉટ થવાનો વિશ્વવિક્રમ ન્યુઝિલેન્ડની ટીમનો છે. 1955માં કિવી ટીમને ઈંગ્લેન્ડે 26 રનમાં પવેલિયન ભેગી કરી દીધી હતી. એ પછી સાઉથ આફ્રિકા આ વિક્રમ હેટ્રીક નોંધાવી ચૂકી છે. જે ક્રમશ: 30,35 અને 36 રનમાં ઓલઆઉટ થઈ ચૂકી છે. જોકે એમ ન કહેવાય કે ન્યૂઝિલેન્ડ અને આફ્રિકા આટલા નિમ્ન સ્કોર પર આઉટ થઈ તો આપણે તો શું કહેવાયે?

ભારત તરફથી નાઈટ વોચમેન તરીકેની ભૂમિકા ભજવવા મેદાનમાં ઉતરેલા બુમરાહથી વિકેટના અધ:પતનની શરૂઆત થઈ હતી. બુમરાહને 15 રનના સ્કોર પર પેટ કમિન્સે આઉટ કર્યો હતો. એ પછી ટેસ્ટ ક્રિકેટનાં મહત્વના બેટ્સમેન તરીકે લેખાતા અને જેને બીજી વોલ કહીએ છીએ તે ચેતેશ્વર પુજારાના બેટે શૂન્ય પર સમાધિ લઈ લીધી. અને પછી વિકેટો ધડાધડ પડવા લાગી હતી. આત્મનિર્ભરતા જેવું તો કંઈ રહ્યું જ ન હતું.

આજના દિવસની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ જો 250 રન પણ કરી લેત તો પણ લીડ 300ની થઈ જાત અને એટલામાં વિરોધી ટીમને ઓલઆઉટ કરી શકાત. તેની જગ્યાએ ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે ? સવારે આપણા માટે કારણ કે ત્યાં તો નાઈટ ક્રિકેટ ચાલી રહ્યું હતું !

ચેતેશ્વર પુજારા પછી ઉતરોતર મયંક અગ્રવાલ અને અજિંક્ય રહાણે આઉટ થઈ ગયા. 15 રનના સ્કોર પર ટીમ ઈન્ડિયાની પાંચ વિકેટ પડી ગઈ હતી. વિરાટ કોહલી બીજી બાજુ હતો અને એક પછી એક વિકેટ પડતા પોતાની આંખો સામે જોઈ રહ્યો હતો. જોકે પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચ રમી રહેલા કેમરન ગ્રીને વિરાટ કોહલીનો કેચ ઝડપી લઈ ભારતીય ટીમને ન્યૂનતમ સ્કોર પર આઉટ કરવાનું મન બનાવી લીધું હતું. કોહલીનો જ્યારે કેચ પકડાયો ત્યારે ભારતીય ટીમની 19 રન પર છ વિકેટ પડી ચૂકી હતી.

જેણે જિંદગીમાં કોઈ દિવસ બેટ નથી ઉપાડ્યું એ દર્શકો ભારતનો આજનો મેચ જોતી વખતે

છેલ્લે મોહમ્મદ શમીના ઈજાગ્રસ્ત થતા ભારતીય ટીમની ઈનિંગ પૂર્ણ થઈ ગઈ. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો શરમજનક સ્કોર ભારતની ટીમે નોંધાવી દીધો હતો. 42 રનના સ્કોરને પાછળ છોડી દીધો હતો. એક ખેલાડી જાય છે આઉટ થઈ આવે છે અને એ ખેલાડી પેડ ઉતારે ત્યાં બીજો ખેલાડી આઉટ થઈ પાછો આવી જાય છે. લે એલા તું પણ આવી ગયો. ક્રિકેટ તો અનિશ્ચિતતાની રમત છે યારો… વિરેન્દ્ર સહેવાગે પણ ભારતીય ટીમના પ્રદર્શનની ફેસબુક પર મીમ બનાવી ટીકા કરી હતી. એ મીમ પણ જોઈ લો.

Indian Batsman Right Now

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments