દુનિયામાં કશું જ અશક્ય નથી. અશક્ય ત્યારે હોય છે જ્યારે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીએ છીએ.જે વિચારો મગજમાં આવે છે તેના માટે મહેનત નથી કરતા. જો આપણે આપણા ધ્યેય પાછળ હાર્ડ વર્ક કરી મંડી પડીએ તો તેમાં આપણે સફળ થઈએ થઈએ અને થઈએ જ. અશક્ય લાગતી વાત પણ શક્ય થઈ શકે છે.
ગણેશે 98 કિલો વજન ઉતાર્યું
આવું જ કંઈક કર્યું છે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ. હાલ ગણેશ આચાર્ય પોતે ઘટાડેલા વજનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. 200 કિલોનો ગણેશ આચાર્ય હવે 102 કિલોનો થઈ ગયો છે! ગણેશે એક જ વર્ષમાં 98 કિલો વજન ઘટાડી દીધુ છે. એ પણ કોઈ પણ પ્રકારની સર્જરી વગર. જેથી હવે તેને ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે. તાજેતરમાં જ તે કપીલ શર્મા શૉમા આવ્યો તો તેને જોઈને દર્શકો ચોંકી ગયા હતા.
ગણેશે ખોલ્યા રાઝ
કપીલ શર્મા શૉમાં તેણે કેવી રીતે વજન ઘટાડ્યું તેને લઈને વિસ્તારથી વાત પણ કરી. અને કેવી રીતે વજન ઘટાડ્યું તેનું રહસ્ય દર્શકો સામે રાખ્યું. ગણેશે કહ્યું કે, ‘મને ટ્રેનર અજય નાયડૂની મદદથી વજન ઘટાડવામાં ખૂબ મદદ મળી.’ ગણેશનું લક્ષ્ય નિર્ધારિત હતું કે કોઈ પણ ભોગે વજન ઘટાડવું જ છે. જેના માટે તેમણે આકરી મહેનત કરી.
કેવી રીતે ઘટ્યું વજન ?
ગણેશે કહ્યું કે, ‘શરૂઆતના બે મહિના મારા માટે ખૂબ પડકારજનક કહ્યા. મને તરતા શીખવામાં 15 દિવસ જેટલો સમય લાગી ગયો. ધીરે ધીરે અજય નાયડૂએ મને પાણીમાં ક્રંચેઝ કરતા શીખવ્યું. આ ઉપરાંત હું 75 મિનિટ સુધી 11 કસરત કરતો. તો ડાન્સથી પણ વજન ઘટાડવામાં બહુ મદદ મળી છે.’
હવે બમણી એનર્જીથી ડાન્સ કરુ છુઃ ગણેશ
ગણેશે કહ્યું કે, ‘મારું વજન વધુ હતું ત્યારે પણ હું ડાન્સ કરતો પરંતુ બહુ જલદી થાકી જતો. જો કે, હવે વજન ઘટવાથી હું બમણી એનર્જીથી ડાન્સ કરી શકું છુ.’
કોરિયોગ્રાફી માટે મળ્યા છે એવોર્ડ
ગણેશને કોરિયોગ્રાફી માટે નેશનલ એવોર્ડ મળી ચુક્યો છે. ગણેશને ગોરી તુ લઠ માર અને મસ્તો કા ઝૂંડ જેવા ગીતોને કોરિયોગ્રાફ કરવા માટે એવોર્ડ મળ્યો છે. ગણેશે અક્ષય કુમારની લક્ષ્મી અને વરૂણ ધવનની કૂલી નંબર વનમાં પણ કામ કર્યું છે. ABCDમાં પણ ગણેશે ધમાલ મચાવી હતી.
થ્રી ઈડિયટ્સનો પેલો એ ડાયલૉગ યાદ છે ને. બચ્ચે કાબિલ બનો કાબિલ ફીર કામયાબી… ગણેશના કેસમાં આવું જ થયું છે. તેનું વજન આટલું છે તો પણ તેણે ડાન્સમાં મહારત હાંસલ કરી. અને કામયાબી તેની પાછળ-પાછળ આવી. કેટલાક લોકો ખૂબ જ નેગેટિવ હોય છે તેમને ગણેશના જીવનમાંથી પ્રેરણાં લેવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત