Homeદે ઘુમા કેભારતે વટ સાથે વન-ડેની હારનો બદલો લીધો, હાર્દિકની ઓસ્ટ્રેલિયામાં હિરોપંતી

ભારતે વટ સાથે વન-ડેની હારનો બદલો લીધો, હાર્દિકની ઓસ્ટ્રેલિયામાં હિરોપંતી

Team Chabuk Sports Desk : બીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી પરાજય આપી મેચ અને સિરીઝ બંને પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચની સિરીઝમાં ભારતે 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.  ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત મેળવવા માટે 195 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 194 રન કર્યા  હતા.  ભારતે 19.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ફરી એકવાર મેચનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો હતો. છેલ્લી ઓવરમાં ભારતને 14 રનની જરૂર હતી જે હાર્દિકે માત્ર 4 બોલમાં પુરા કર્યા હતા.

ડેનિયલ સેમ્સ (બોલર)હાર્દિક પંડ્યા (બેટ્સમેન)
પહેલો બોલ2 રન
બીજો બોલ6 રન
ત્રીજો બોલ0 રન
ચોથો બોલ6 રન
છેલ્લી ઓવર

ભારત માટે શિખર ધવને 56, હાર્દિક પંડ્યાએ 42* અને વિરાટ કોહલીએ 40 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિકે માત્ર 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 42 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા  અને શ્રેયસ અય્યર 21 બોલમાં  46 રનની પાર્ટનરશીપ નોંધાવી ટીમને જીત તરફ લઈ ગયા હતા.

શિખર ધવને પોતાની T-20 કારકીર્દિની 11મી ફિફટી નોંધાવી હતી. તેણે 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રન નોંધાવ્યા હતા. ધવન  એડમ ઝામ્પાની બોલિંગમાં ડીપમાં સ્વેપ્સનના હાથે કેચ આઉટ થયો હતો.

વિરાટ કોહલીની વિકેટ ડેનિયલ સેમ્સે લીધી હતી. વિરાટે 24 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ એન્ડ્રુ ટાઈનો શિકાર બન્યો હતો. રાહુલે 22 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત ભારતીય ટીમ માટે સંજુ સેમસને 10 બોલમાં 1 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 58 રન કેપ્ટન મેથ્યુ વેડે ફટકાર્યા હતા. તેણે 32 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન નોંધાવ્યા હતા. વેડને ચાન્સ મળ્યો પરંતુ તે રન આઉટ થયો હતો. વૉશિંગ્ટન સુંદરની બોલિંગમાં કોહલીએ વેડનો સરળ કેચ છોડી દીધો હતો જો કે, વેડ ક્રીઝની બહાર હોવાથી રન આઉટ થઈ ગયો હતો. વેડની ટી-20 કારકીર્દિની આ બીજી ફિફ્ટી છે.

આ ઉપરાંત સ્ટીવ સ્મીથે 38 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. જ્યારે મોઝેઝ હેનરિક્સે 26 અને ગ્લેન મેક્સવેલે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે ટી.નટરાજને 2 વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી. ટીમમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને સ્થાન અપાયું હતું.

ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ વેડે કમાન સંભાળી હતી. ઓસ્ટ્રેલિયાએ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને ફિન્ચની જગ્યાએ માર્કસ સ્ટોઈનિસ, ડેનિયલ સેમ્સ અને એન્ડ્રુ ટાઈને સ્થાન અપાયું હતું.

ટી-20 સિરીઝની અંતિમ મેચ સિડનીમાં જ રમાશે. ત્રીજી મેચમાં ભારત ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કરવા મેદાને ઉતરશે. જ્યારે ટીમ કાંગારુ વ્હાઈટવોશથી બચવા માટે મેદાને આવશે. ભારત છેલ્લી દસ ટી-20 મેચમાંથી એક પણ મેચ હાર્યું નથી. આગામી મેચમાં ભારત આ રેકોર્ડને આગળ વધારવા ઈચ્છશે. અત્યાર સુધીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 9 ટી-20 સિરીઝ રમાઈ છે. 9 સિરીઝમાંથી ભારતે 4 અને 2 સિરીઝ પર કબજો મેળવ્યો છે. જ્યારે અન્ય 3 મેચ  ડ્રો રહી હતી.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments