Homeગામનાં ચોરેֹખેડૂતોના ભારત બંધ એલાનમાં કઈ કઈ પાર્ટીઓ જોડાણી?

ֹખેડૂતોના ભારત બંધ એલાનમાં કઈ કઈ પાર્ટીઓ જોડાણી?

હે ચાબુક એક સારા સમાચાર આવ્યા છે બેટા. દેશમાં હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. શનિવારે એક્ટિવ કેસની સંખ્યા 4.10 લાખથી પણ ઓછી નોંધાઈ છે.  છેલ્લા 136 દિવસમાં જેટલા આંકડા નોંધાયા તેમાં આ આંકડો સૌથી ઓછો છે. હવે તને કઉં તો 22 જુલાઈની જ્યારે તારીખ હતી ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 4,11,133 નોંધાઈ હતી. એટલે કે સરેરાશ એક અઠવાડિયામાં 42 હજાર જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે.

આ નહીં માને

‘કોણ નહીં માને ગોવાબાપા?’

આ ચાબુક અમદાવાદમાં કોરોનાના કેસ ફાટી નીકળ્યા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી પણ મને લાગતું નથી કે આ કોઈ હજુ ઠીકથી સમજી રહ્યા છે. આ જોને અમદાવાદ શહેરમાં જ 5600 લોકો પાસેથી 56.10 લાખનો દંડ વસૂલ કર્યો છે. એમાંય ખાલી ગઈકાલે જ 3260 લોકો પાસેથી 32.60 લાખ લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે.

તો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ પરત થશે

ખેડૂતોનું આંદોલન તેની ચરમસીમાએ છે. એવોર્ડ વાપસી પણ થઈ રહી છે. અને આ એવોર્ડ વાપસીમાં ભારતના મુક્કાબાજ એટલે કે બોક્સર વિજેન્દર સિંહે પણ ચીમકી ઉચ્ચારી છે. એમણે ચાબુક કૃષિ બિલના વિરોધમાં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. જો આવનારા સમયમાં સરકાર ખેડૂત વિરોધી બિલ પરત નહીં લે તો એવોર્ડ પરત કરશે. આમ કહી એમણે ટાંક્યું છે કે, પંજાબ અને હરિયાણાનો મારા પર ઉપકાર છે.

ભારત બંધમાં કેટલી પાર્ટીઓ જોડાણી ?

હવે ચાબુક કેટલીક પાર્ટીઓએ ભારત બંધ એલાનને સમર્થન આપ્યું છે. સૌ પ્રથમ તો કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર આ વાતની માહિતી આપી હતી કે તેઓ ખેડૂતો દ્વારા ભારત બંધ એલાનને પૂર્ણ રૂપે સમર્થન કરે છે.

આ સિવાય આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને પણ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે ભારત બંધ એલાનને સમર્થનની વાત કરી હતી. આ લે તું પણ જોઈ લે એ વીડિયો.

ટ્વીટર ઉપર જ તેલંગણાની TRS પાર્ટીએ પણ ખેડૂતોના ભારત બંધ એલાનનું સમર્થન કરવાની ઘોષણા કરી દીધી છે. પાર્ટીએ ટ્વીટ કરી કહ્યું કે, તેમના કાર્યકર્તા પ્રત્યક્ષ રૂપથી આ બંધના સમર્થનમાં છે.

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે CPI દ્વારા પણ ભારત બંધ એલાનને સમર્થન કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ પણ ખેડૂતોના પક્ષમાં ભારત બંધને સમર્થન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં દરેક જિલ્લામાં તેમની પાર્ટી ખેડૂત યાત્રા કાઢશે અને દિલ્હીમાં ખેડૂતોને સમર્થન પૂર્ણ પાડશે. એમણે તો પોતે પણ કહ્યું છે કે, તેઓ ખૂદ કન્નોજ મંડી જશે.

હવે ચાબુક પંજાબની સૌથી મોટી રાજનીતિક પાર્ટી શિરોમણી અકાલી દળે પણ ભારતબંધમાં સમર્થન દેવાની પૂરતી ઘોષણા કરી છે. પાર્ટીના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે એક વીડિયો જાહેર કર્યો હતો અને ખેડૂતોને સમર્થનનું એલાન કર્યું હતું.

પશ્ચિમ ઉત્તર પ્રદેશની સૌથી મોટી રાજનીતિક પાર્ટી રાષ્ટ્રીય લોકદળે પણ ખેડૂતોને સમર્થનનું એલાન કર્યું છે. જયંત ચૌધરીએ ખૂદ તેમના ટ્વીટર પરથી આ વાતની ઘોષણા કરી હતી.

આ સિવાય ચાબુક DMK, VCK, MDMK જેવી તમિલનાડુની પાર્ટીઓએ પણ ભારત બંધ એલાનનું સમર્થન કર્યું છે. બોલ તારે શું કહેવું ?

‘ભાજપ સિવાયની બધી મોટી પાર્ટીઓએ સપોર્ટ કર્યો છે એમ કહી દીધું હોત તો.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments