Homeગામનાં ચોરેઅસમ રાઈફલ્સના કાફલા પર આતંકીઓનો કાયરતાપૂર્ણ હુમલો, પાંચ જવાન શહીદ

અસમ રાઈફલ્સના કાફલા પર આતંકીઓનો કાયરતાપૂર્ણ હુમલો, પાંચ જવાન શહીદ

Team Chabuk-National Desk: મણિપુરના ચૂડાચંદ્રપુર જિલ્લાના સિંઘટ વિસ્તારમાં શનિવારની બપોરે આતંકીઓએ અસમ રાઈફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. હુમલામાં 46 અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર સહિત પાંચ જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. હુમલામાં જવાનોના પરિવારના બે સભ્યોના પણ મોત થયા છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ ઘટનાની પુષ્ટી કરી હતી. કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી કાઢ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસની ખબર અનુસાર 46-અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર વિપ્લવ ત્રિપાઠી, પોતાની પત્ની અને નવ વર્ષીય પુત્રની સાથે બેહિયાંગ કંપની પોસ્ટથી પોતાના બેસ પર પરત ફરી રહ્યા હતા. જ્યારે તેમના કાફલા પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો. બેહિયાંગ ગામ ઈમ્ફાલથી આશરે 122 કિલોમીટર દૂર ભારત-મ્યાંમાર સીમાની નજીક છે.

મળતી માહિતી પ્રમાણે હુમલામાં અન્ય જવાનોને પણ નજીવી ઈજા પહોંચી છે. સીએમ બીરેન સિંહે આ ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવતા કહ્યું છે કે, 46 અસમ રાઈફલ્સના કાફલા પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. જેમાં સુરક્ષાબળના જવાનોની સાથે કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનો જીવ પણ લીધો છે. રાજ્યના સુરક્ષાબળો અને પેરા મિલિટ્રી આ આતંકીઓને શોધવાના કામમાં લાગેલી છે. હુમલાને અંજામ દેનારાઓને બક્ષવામાં નહીં આવે.

રાજનાથ સિંહે ટ્વીટ કરી લખ્યું છે કે, મણિપુરના ચુરાચાંદપુરમાં અસમ રાઈફલ્સના વીર જવાનો પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. ઘટનાને લઈ હું ખૂબ જ દુખી છું. અને ઘટના પર શોક વ્યક્ત કરું છું. દેશે સીઓ સહિત પાંચ વીર જવાન અને તેમના પરિવારના બે સભ્યોને ગુમાવ્યા છે. હુમલો કરનારા દોષિતોને બક્ષવામાં નહીં આવે.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કરતા અને મોદી સરકાર પર પ્રહાર કરતા ટ્વીટર પર લખ્યું છે કે, મણિપુરમાં સૈન્યના કાફલા પર થયેલા આતંકી હુમલાથી એક વખત ફરી સાબિત થયું છે કે મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે. શહીદોને મારી શ્રદ્ધાંજલિ તેમના પરિવારો પ્રત્યે શોક અને સંવેદનાઓ. દેશ તમારા બલિદાનને યાદ રાખશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments