Homeદે ઘુમા કે27 ઓગસ્ટથી એશિયા કપ: ટી ટ્વેન્ટી વિશ્વકપ પહેલા ભારત અને પાકિસ્તાન...

27 ઓગસ્ટથી એશિયા કપ: ટી ટ્વેન્ટી વિશ્વકપ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળશે કાંટે કી ટક્કર

Team Chabuk-Sports Desk: એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ-2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકાને આ ટૂર્નામેન્ટની મેજબાની આપવામાં આવી છે. ટી ટ્વેન્ટી વિશ્વકપની ઠીક પહેલા યોજાનાર આ ટૂર્નામેન્ટ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં રમવામાં આવશે. પ્રથમ મેચ 27 ઓગસ્ટના રોજ જ્યારે ફાઈનલ 11 સપ્ટેમ્બરના રોજ રમાશે.

એશિયા કપના 15માં સંસ્કરણમાં ભારતીય ટીમ ખિતાબ બચાવવા માટે મેદાને ઉતરશે. આ ટૂર્નામેન્ટ માટે ક્વાલિફાયર મેચ 20 ઓગસ્ટથી શરૂ થશે. પહેલા આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર 2020માં થવાની હતી, જોકે કોરોના મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી. હવે જ્યારે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે એશિયાના ક્રિકેટ મહાકુંભ તરીકે ઓળખાતા એશિયા કપનું ફરીથી આયોજન થયું છે.

ટૂર્નામેન્ટના ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધીમાં 14 વખત આ ટૂર્નામેન્ટનું આયોજન થઈ ચૂક્યું છે. શ્રીલંકાએ ચાર વખત યજમાની કરી છે. શ્રીલંકા 2010 બાદ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટનું આયોજન કરશે. ભારતની ટીમ સર્વાધિક સાત વખત ચેમ્પિયન બની છે. શ્રીલંકા પાંચ વખત આ ખિતાબ મેળવી ચૂકી છે. પાકિસ્તાન બે વખત ચેમ્પિયન બન્યું છે જ્યારે બાંગ્લાદેશ ત્રણ વખત ફાઈનલમાં પહોંચ્યું છે પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે.

જીએમની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહ 2024 સુધી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બનેલા રહેશે. એજીએમમાં તમામ સભ્યોએ જય શાહના કાર્યકાળને સામૂહિક રીતે આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ કતર ક્રિકેટ સંઘને પણ કાઉન્સિલમાં પૂર્ણ સદસ્યનો દરજ્જો આપવામાં આવશે. કતર ક્રિકેટને પહેલા ફક્ત એસોસિએટ ટીમનો દરજ્જો હતો.

એસીસીમાં પાંચ બોર્ડ સ્થાયી સદસ્યના રૂપમાં છે. ભારત સિવાય બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને પાકિસ્તાન સ્થાયી સદસ્ય છે. આ પાંચ બોર્ડ સિવાય અલાવા, ઓમાન, ભૂટાન, નેપાળ, યૂએઈ, થાઈલેન્ડ, ચીન, બહરીન, હોંગકોંગ સહિતના અન્ય દેશોના બોર્ડ પણ એસીસીમાં સામેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments