Homeગામનાં ચોરેશિલ્પા શેટ્ટીનું નિવેદન: અમારી પ્રાઈવસીનું સન્માન કરો અને અમને એકલા છોડી દો

શિલ્પા શેટ્ટીનું નિવેદન: અમારી પ્રાઈવસીનું સન્માન કરો અને અમને એકલા છોડી દો

Team Chabuk-National Desk: બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ઉપર કેટલાય આરોપ લાગી રહ્યા છે અને તે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની રહી છે. પતિ રાજ કુન્દ્રાના કારણે શિલ્પા પણ વિવાદોના વમળમાં છે ત્યારે આ વચ્ચે તેણે પોતાનું સ્ટેટમેન્ટ ટ્વીટર પર જાહેર કર્યું છે. સ્ટેટમેન્ટમાં તેણે જણાવ્યું છે કે તે હમણાં ચૂપ છે અને આગળ પણ ચૂપ રહેશે અને સમયની સાથે સત્ય પણ સામે આવી જ જશે.

શિલ્પાએ એક લાંબી નોટ ટ્વીટર પર લખી છે, ‘હા, ગત કેટલાક દિવસો તકલીફભર્યાં રહ્યા, કેટલીય અફવાઓ અને આરોપ અમારા પર લાગ્યા. મીડિયા અને મારા શુભચિંતકોએ કેટલીય વાતો મારા વિશે કહી છે. મને જ નહીં પણ મારા પરિવારના લોકોને પણ ટ્રોલ કરવામાં આવ્યા અને અમારા પર સવાલ ઉઠાવવામાં આવ્યા. મારું સ્ટેન્ડ એ છે કે મેં અત્યાર સુધી કંઈ નથી કહ્યું અને હું આ ઘટનામાં આગળ પણ મૌન જ રહીશ. તો મારા નામ ઉપર ખોટી વાતો ન બનાવવામાં આવે.’

વધુમાં અભિનેત્રીએ લખ્યું છે કે, ‘એક સેલિબ્રિટી હોવાથી મારી એ ફિલોસોફી છે કે ક્યારેય ફરિયાદ ન કરો અને ક્યારેય સ્પષ્ટતા ન આપો.  હું બસ એટલું જ કહીશ કે હજુ તપાસ ચાલી રહી છે. મને મુંબઈ પોલીસ અને ભારતના ન્યાય પ્રશાસન પર વિશ્વાસ છે. એક પરિવારની રીતે અમે કાયદાની મદદ લઈ રહ્યા છીએ. પણ ત્યાર સુધીમાં હું આપને નિવેદન કરું છું, ખાસ તો એક માતાની રીતે કે અમારા બાળકો માટે થઈને અમારી પ્રાઈવસીનું સમ્માન કરો. સાથે જ હું નિવેદન કરું છું કે અધૂરી જાણકારી પર કોઈ પણ પ્રકારનું સત્ય જાણ્યા વગર ટીપ્પણી કરવાનું બંધ કરો.’

પોતાના નિવેદનના અંતમાં શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે, ‘હું એક કાયદાનું પાલન કરનારી ભારતીય અને 29 વર્ષોથી કામ કરનારી એક પ્રોફેશનલ મહિલા છું. લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે અને મેં ક્યારે પણ કોઈનો વિશ્વાસ તોડ્યો નથી. તો હું ખાસ તમને અરજ કરું છું કે મારા પરિવાર અને મારી પ્રાઈવસીના હકનું સન્માન કરો અને આ સમયે અમને એકલા છોડી દો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી. કૃપા કરી કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે.’

19 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ બનાવવાના આરોપ હેઠળ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે પછી તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા. રાજ કુન્દ્રાની ધરપકડ થઈ ત્યારથી તેમનો પરિવાર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ શિલ્પા શેટ્ટીની પણ પૂછતાછ કરી રહી છે. શિલ્પાએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તેના પતિ પોર્ન નહીં પણ ઈરોટિક ફિલ્મો બનાવે છે અને પોલીસને ભૂલ થઈ છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments