Team Chabuk-Sports Desk: ત્રીજી વન-ડે મેચમાં શ્રીલંકન ટીમ ભારતને ત્રણ વિકેટે હરાવી વ્હાઈટ વોશથી બચી. 226 રનના લક્ષ્યનો પીછો કરતી શ્રીલંકન ટીમે 30 ઓવરમાં જીત મેળવી લીધી હતી. 7 વિકેટ ગુમાવી શ્રીલંકાએ લક્ષ્ય મેળવી લીધું હતું. શ્રીલંકા તરફથી ઓપનર અવિષ્કા ફર્નાંડોએ સૌથી વધુ 76 રન બનાવ્યા. આ ઉપરાંત ભાનુકા રાજપક્ષે પણ અડધી સદી ફટકારી. તેણે 56 બોલ પર 12 ચોગ્ગાની મદદથી 65 રન ફટકાર્યા. 65 રને તે ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો. બીજી તરફ શ્રીલંકન ટીમનો કેપ્ટન દસૂન શનાકા પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો. તે પહેલાં બોલ પર જ રાહુલ ચાહરનો શિકાર બન્યો હતો. ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ રાહુલ ચાહરે ઝડપી, આ ઉપરાંત ચેતન સાકરિયાએ 2 તેમજ ગૌતમ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ટોસ જીત્યા પણ મેચ હાર્યા
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જેમાં અંદાજે દોઢ કલાક સુધી વરસાદ વિધ્ન બનતા મેચની 3 ઓવર ઓછી કરાઈ હતી. જો કે, ભારતીય ટીમના તમામ ખેલાડીઓ 43.1 ઓવરમાં કુલ 225 રન બનાવીને પવેલિયન પરત ફર્યા હતા.
પૃથ્વીના બેડલક !
ભારત તરફથી સૌથી વધુ રન પૃથ્વી શૉએ બનાવ્યા. પૃથ્વી 49 રને સનાકાના બોલ પર એલબીડબલ્યું થયો હતો. તેણે 49 બોલ પર 8 ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. આ ઉપરાંત સંજુ સેમસને 46 બોલ પર 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રન અને સૂર્યકુમાર યાદવે 37 બોલ પર 7 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. કેપ્ટન ધવન માત્ર 13 રન પર પવેલિયન પરત ફર્યો હતો. શ્રીલંકા તરફથી જયવિક્રમા અને ધનંજયાએ 3-3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ચમિરા 2, કરૂણારત્ને અને દસૂન શનાકાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ક્રિષ્ણપ્પા ગૌતમ અને ચેતન સાકરિયા વચ્ચે સર્જાયો આ સંયોગ
ભારતીય ટીમે આ મેચમાં કુલ 5 નવા ખેલાડીને ચાન્સ આપ્યો. મેચમાં ડેબ્યૂ કરનારા ભાવનગરના ચેતન સાકરિયાએ ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી. જ્યારે ક્રિષ્ણપ્પા ગૌતમે પણ 1 વિકેટ સાથે વન ડે ઈન્ટરનેશનલમાં પોતાનું ખાતુ ખોલાવ્યું. મજ્જાની વાત એ છે કે, આ બંને ખેલાડીએ કેચ પકડીને એક બીજાને પહેલી વિકેટ અપાવી હતી. ગૌતમના બોલ પર ચેતન સાકરિયાએ મિનોદ ભાનુકાનો કેચ પકડ્યો હતો. જ્યારે ચેતનના બોલ પર ગૌતમે રાજપક્ષેનો કેચ પકડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત