Team Chabuk-Sports Desk: ઋદ્ધિમાન સહાએ બંગાળ રણજી સ્ક્વૉડમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. મળતી માહિતી મુજબ ઋદ્ધિમાન સહાએ આ નિર્ણય એટલા માટે લીધો છે, કારણ કે તેને કહેવામાં આવી ચૂક્યું છે કે હવે ટીમ ઈન્ડિયામાં તેની જગ્યા નથી બની રહી. સાહા લાંબા સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમનો આધારભૂત ખેલાડી રહ્યો હતો. ધોનીએ નિવૃતિ લીધા બાદ સાહાએ જ ટીમનો વિકેટકીપિંગ વિભાગ સંભાળ્યો હતો. ઋષભ પંતે સાહાને રિપ્લેસ કર્યો તે પહેલા સાહાએ પાંચ વર્ષ સુધી ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકેની ભૂમિકા નિભાવી હતી. સાહાએ 40 ટેસ્ટમાં 92 કેચ અને 12 સ્ટમ્પિંગ કરી છે. જ્યારે બેટથી તેણે 1353 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે ત્રણ સેન્ચુરી અને છ હાફ સેન્ચુરી પણ ફટકારી છે.
બુધવારના રોજ 9 ફેબ્રુઆરીએ સમાચાર સામે આવ્યા હતા કે સાહાએ રણજી ટીમમાંથી પોતાનું નામ ખેંચી લીધું છે. એવી ચર્ચાઓ થઈ કે 37 વર્ષીય સાહાને એ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા સાથેની તેની સફર અહીં પૂર્ણ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે જ સાહાએ આ નિર્ણય લીધો છે. આમ પણ સાહાની કારકિર્દી તેના અંતિમ પડાવ તરફ જ હતી. જોકે આ રીતે કારકિર્દી અધવચ્ચે જ અટકી પડતા કેટલાય ક્રિકેટ ફેન્સ નિરાશ પણ થયા છે. જેમાં પૂર્વ ઈન્ડિયન વિકેટકીપર સૈયદ કિરમાનીનું નામ પણ સામેલ છે. કિરમાણીએ સાહાને રાજનીતિનો શિકાર બન્યો હોવાનું નિવેદન આપ્યું હતું.
એક અંગ્રેજી અખબારને કિરમાણીએ કહ્યું કે, ‘તમે ભારતીય ટીમ માટે કમાલનું પ્રદર્શન કર્યું અને આ વર્ષોમાં ક્યારે નમ્યા નહીં. એ વખાણવા લાયક છે. તમને બહાર કરવામાં આવ્યા, કારણ કે તમે કોઈ ખાસ ગ્રુપમાંથી નથી. તમે રાજનીતિના શિકાર છો. હું તમને એક શ્રેષ્ઠ વિકેટકીપરના રૂપે યાદ કરીશ. ઋદ્ધિ હજુ પણ શ્રેષ્ઠ વિકેટકીપર છે. પણ ઋષભ પંતને તેની આક્રામક બેટીંગ માટે તક મળી રહી છે. 37ની વયે પણ ઋદ્ધિમાન બેસ્ટ વિકેટકીપર છે. તેણે અપસેટ ન થવું જોઈએ. દિનેશ કાર્તિક અને પાર્થિવ પટેલને પણ આ પ્રકારે જ રિપ્લેસ કરવામાં આવ્યા હતા.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
