Team Chabuk-Sports Desk: ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના કારણે ઓળખવામાં આવે છે. રહાણે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાં છે, પણ દુર્ભાગ્યવશ કોઈ મોટી ઈનિંગ બેટમાંથી નથી નીકળી રહી. ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ તેને ટેસ્ટ ટીમનું સુકાનીપદ સોંપવાની ફેન્સે સોશિયલ મીડિયા પર ગર્જના કરી હતી. આજે એ જ રહાણેને ટેસ્ટ ટીમમાં કોઈ જોવા નથી ઈચ્છતું. જેની પાછળનું કારણ સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં ત્રણ ટેસ્ટમાં બનાવેલા 136 રન છે. જેમાં એક હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ મેચ બાદ સૌરવ ગાંગુલીએ રહાણે અને પુજારાને રણજી ટ્રોફી રમી ખોવાયેલું ફોર્મ પરત મેળવવાની સલાહ આપી છે. હાલ રહાણે પૃથ્વી શૉની આગેવાનીમાં રમવા માટે પણ તૈયાર છે. જોકે આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા રહાણેએ એક તોફાની દાવો કર્યો છે.
વર્ષ 2020-21માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને શબ્દબદ્ધ કરતા રહાણેએ કહ્યું છે કે કેટલાક લોકો મારી મહેનતની ક્રેડિટ લઈ રહ્યા છે. રહાણે જ્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સુકાની પદ સંભાળી રહ્યો હતો ત્યારે કોહલી પુત્રી વામિકાના જન્મ માટે ભારત પરત આવી ગયો હતો. એ પછી રહાણેએ ટીમને લીડ કરતા મેલબર્ન અને બ્રિસબેન ટેસ્ટ જીતી હતી. જ્યારે સિડની ટેસ્ટ ડ્રો થઈ હતી. એડિલેડમાં તો ભારતની ટીમ 36 રનમાં પવેલિયન પરત ફરી ગઈ હતી. નબળી શરૂઆત છતાં ભારતીય ટીમે આ શ્રેણી પોતાના નામે કરી હતી.
યુટ્યૂબર અને ક્રિકેટ નિષ્ણાત બોરિયા મજમૂદાર સાથે વાતચીત કરતા રહાણેએ કહ્યું છે કે, ‘મને ખબર છે કે મેં ત્યાં શું કર્યું. મારે એ કોઈને બતાવવાની જરૂર નથી. અને આ મારો સ્વભાવ પણ નથી કે હું જાઉં અને ક્રેડિટ લઈ લઉં. હા, કેટલીક વસ્તુ છે જેના માટે મેં ફિલ્ડ અને ડ્રેસિંગ રૂમમાં નિર્ણય કર્યા પણ તેની ક્રેડિટ કોઈ બીજાએ લઈ લીધી. મારા માટે મહત્વનું એ હતું કે અમે શ્રેણી જીતી અને આ એક ઐતિહાસિક સિરીઝ હતી. મારા માટે આ ખરેખર ખાસ હતી.’
ડિસેમ્બર 2020માં મેલબર્ન ટેસ્ટની 112 રનની ઈનિંગ બાદ રહાણેએ કોઈ મોટી ઈનિંગ નથી રમી. જાન્યુઆરી 2021થી અત્યાર સુધીમાં રહાણેએ 15 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાંથી તેના નામે ત્રણ હાફ સેન્ચુરી બોલે છે. અને જે રીતે ઋદ્ધિમાન સહા અને ઈશાંત શર્મા જેવા ખેલાડીઓને કિનારા પર લાવીને રાખી દીધા છે. લાગી રહ્યું છે કે રણજી ટ્રોફી એ રહાણેની કારકિર્દી બચાવવાની અંતિમ ક્ષણ છે. અને આવું જ કંઈક પુજારાનું પણ છે.
રહાણેએ સાક્ષાત્કારમાં વધુ કહ્યું હતું કે, ‘બાદમાં જે પ્રતિક્રિયાઓ આવી, કે જે ક્રેડિટ આંચકી લેવામાં આવ્યું, જે મીડિયામાં કહેવામાં આવ્યું કે… જેવી રીતે અમે આ કર્યું છે… આ અમારો નિર્ણય હતો. આ અમારો કોલ હતો. તેમની પાસે કહેવા માટે ભલે એ બધું ભલે છે, પણ મને ખ્યાલ છે કે મેં કયા કયા નિર્ણય લીધા. અમે મેનેજમેન્ટ સાથે પણ વાત કરી હતી, પણ મને ખૂદને આ જાણીને હસવું આવે છે કે મેં જે સંકોચ દેખાડ્યો અને પછી જે થયું.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત