Homeગામનાં ચોરે‘કહો એને મારી સાથે લગ્ન કરે બાકી કૂદકો મારી જઈશ’

‘કહો એને મારી સાથે લગ્ન કરે બાકી કૂદકો મારી જઈશ’

એક તરફી પ્રેમમાં લોકો શું શું કરી બેસતાં હોય છે તેના અનેક દાખલા છે. શોલે ફિલ્મમાં વીરુ (ધર્મેન્દ્ર) પાણીના ટાંકા પર ચઢીને બસંતી (હેમા માલિની)ને લગ્ન માટે મનાવે છે.

ઘણા યુવકો એક તરફી પ્રેમમાં ન કરવાનું કરી બેસતા હોય છે. કહેવાય છે કે પ્રેમમાં હોય તો ગાંડાની જેમ વ્યવહાર કરવા લાગે છે. પ્રેમમાં પાગલ ગમે તે પગલું ભરી શકે છે. સામાન્ય રીતે યુવકો પ્રેમમાં પાગલ બનીને અણધાર્યું પગલું ભરતાં હોય છે, પરંતુ મધ્યપ્રદેશમાં એક આવી ઘટના બની જેમાં યુવતી પ્રેમી માટે ન કરવાનું કરી બેઠી.

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા પરદેશીપુરા વિસ્તારમાં રવિવારે આ ઘટના બની. એક યુવતી પરદેશીપુરાના ભંડારી પુલ પર આવેલા ઊંચા હોર્ડિંગ પર ચડી ગઈ અને હંગામો મચાવી દીધો. યુવતીને હોર્ડિંગ પર ચડેલી જોઈને લોકો એકઠાં થઈ ગયા. યુવતીનું હોર્ડિંગ પર ચડવાનું કારણ હતું પ્રેમ.

આ યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી. પરંતુ યુવતીની માતાને આ શરત નામંજૂર હતી. જેથી પ્રેમી સાથે લગ્ન કરવાની હઠ પકડીને તે હોર્ડિંગ પર ચડી ગઈ અને કહેવા લાગી કે મારે પ્રેમી સાથે લગ્ન કરવા છે.

યુવતીની આ હરકતની પોલીસને જાણ થઈ. તુરંત પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે યુવતીને વિશ્વાસ અપાવ્યો કે તેની માગ પૂરી કરવામાં આવશે. તેના લગ્ન પ્રેમી સાથે કરાવશે. લગ્નનું આશ્વાસન મળ્યા બાદ યુવતી માની ગઈ અને હોર્ડિંગ પરથી નીચે ઉતારવામાં આવી.

હોર્ડિંગ પરથી નીચે ઉતાર્યા બાદ પોલીસે આવું કરવા પાછળનું કારણ પૂછ્યું. યુવતીએ આખી વાત પોલીસને કરી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી નારાજ થઈને યુવતી હોર્ડિંગ પર ચડી ગઈ હતી.

આ યુવતી 30 ફૂટ ઉંચા હોર્ડિંગ પર ચડી ગઈ અને ઉપર જ પોતાની માગ સાથે બેસી રહી અને મોબાઈલમાં મથતી રહી. આ દરમિયાન રસ્તા પરથી નીકળતા લોકોએ યુવતીને હોર્ડિંગ પર બેઠેલી જોઈ અને નીચે ઉતરવા કહ્યું. પરંતુ યુવતીએ કાન બંધ કરી દઈ કોઈની વાત પર ધ્યાન ન આપ્યું. ધીમે ધીમે યુવતીને જોઈને ભીડ એકઠી થવા લાગી. કોઈએ પોલીસને આ વાતની જાણ કરી.

પોલીસની ટીમ પહોંચી અને યુવતીને નીચે ઉતરી જવા કહ્યું પરંતુ આ ડ્રામા ગર્લ તો પોલીસનું પણ ન માની. જોકે તેણે નીચે ઉતરવા માટે પોલીસ સમક્ષ એક શરત રાખી અને કહ્યું કે, જે છોકરાને તે પ્રેમ કરે છે તે લગ્ન કરવાની ના પાડી રહ્યો છે. તેથી જ્યાં સુધી તે છોકરો અહીં આવીને લગ્નની હા નહીં પાડે ત્યાં સુધી તે નીચે નહીં ઉતરે.

બાદમાં પોલીસે યુવતીને ઘણી સમજાવી, છોકરા સાથે લગ્ન કરાવવાનો વિશ્વાસ આપ્યો અને ભારે સમજાવટ બાદ યુવતી નીચે ઉતરવા રાજી થઈ. પરદેશીપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અશોક પાટીદારે જણાવ્યું કે યુવતીને નીચે ઉતારીને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલો એક તરફી પ્રેમનો છે. પ્રેમીએ લગ્નની ના પાડવાથી આ યુવતી હોર્ડિંગ પર ચડી ગઈ હતી.

મળેલી માહિતી પ્રમાણે, યુવતીનો પ્રેમી લગ્ન માટે રાજી નહતો થતો. પરંતુ આ યુવતી લગ્ન માટે સતત તેના પ્રેમીને દબાણ કરી રહી હતી. અંતે એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ લગ્ન કરવા માટે આ નાટક રચ્યું અને હોર્ડિંગ પર ચડી ગઈ.

ઇન્દોરના પરદેશીપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનાના ફોટો અને વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. એક તરફી પ્રેમમાં આવી ઘટનાઓ અનેકવાર બને છે. યુવકો પોતાની માગને ગમે તે ભોગે પૂર્ણ કરાવવા માટે આવી હરકતો કરતાં હોય છે.

ઘણી ઘટનાઓમાં યુવકો જોઈ-વિચાર્યા વગર પોતાનો મહામૂલો જીવ પણ ખોઈ બેસતા હોય છે. સદભાગ્યે આ ઘટનામાં યુવતીને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ નહતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments