Team Chabuk-International Desk: ન્યૂઝીલેન્ડની સંસદમાં વધારે એક કાયદો પસાર થઈ ચૂક્યો છે. આ કાયદામાં એ મહિલાઓ અને તેમના પાર્ટનર્સને રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે કસુવાવડમાં પોતાનું બાળક ગુમાવી દે છે. આવા કપલોને ત્રણ દિવસની રજા આપવામાં આવશે. આ રજા તેમની મેડિકલ લીવમાંથી નહીં કાપવામાં આવે.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડમાં પહેલા પણ આ પ્રકારનો કાયદો રહ્યો છે. પણ તેમાં વીસ અઠવાડિયા કે તેના પછીની પ્રેગનન્સીમાં મિસકેરેજ થવા પર આ સુવિધા મળતી હતી. નવા કાયદામાં પ્રેગનેન્સીનાં કોઈ પણ સ્ટેજમાં જો મિસકેરેજ થઈ જાય તો કપલ્સને રજા આપવામાં આવશે.
આ અંગે સાંસદ જિની એન્ડરસને સંસદમાં બિલ રજૂ કરતાં કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં દરેક ચારમાંથી એક પ્રેગનેન્ટ મહિલા પોતાનું બાળક ગુમાવી દે છે. આ બિલનું પાસ હોવું જણાવે છે કે ન્યૂઝીલેન્ડ એક પ્રોગ્રેસિવ અને સંવેદનશીલ કાયદાઓ ધરાવતો દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. બાળક ગુમાવવાનું દુ:ખ કોઈ બીમારી નથી. એ એક મોટું દુ:ખ છે. જેનાથી બહાર નીકળવા માટે કપલ્સને અતિરિક્ત સમય આપવાની જોગવાઈ હોવી જોઈએ.
એન્ડરસને કહ્યું કે, સંભવત્ આ દુનિયાનો પ્રથમ દેશ છે જ્યાં પ્રેગનેન્સીનાં કોઈ પણ સ્ટેજમાં બાળક પડી જાય કપલ્સને રજા આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં 12 અઠવાડિયાની પ્રેગનેન્સી બાદ જો બાળક પડી જાય છે તો અનપેડ રજાની જોગવાઈ છે. અનપેડ લીવ એટલે મહિલા જેટલા પણ દિવસ રજા પર રહેશે. એટલા દિવસનો પગાર તેને નહીં મળે. બ્રિટનમાં એવો કાયદો છે કે જો કોઈ મહિલા પ્રેગનેન્સીના 24 અઠવાડિયા બાદ પોતાનું બાળક ગુમાવી દે છે તો તેને પેડ લીવ મળશે. અમેરિકામાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી.
જોકે પેડ લીવની આ સુવિધા એબોર્શન કરાવનારા કપલ્સને નહીં આપવામાં આવે. ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2020માં જ એબોર્શનને અપરાધની સૂચિમાંથી બાકાત કરી દેવામાં આવ્યું છે. પ્રેગનેન્સીના વીસ મહિનાની અંદર જો કોઈ મહિલા પોતાનું બાળક પાડવા ઈચ્છે છે તો કોઈ પણ પરેશાની વગર પાડી શકે છે. આ પહેલા ત્યાં પ્રેગનેન્સીના કોઈ પણ સ્ટેજમાં એબોર્શન માટે મહિલાને બે નિષ્ણાતોની સલાહ લેવી પડતી હતી.
આ કાયદામાં સરોગસી અને એડોપ્શન દ્વારા પેરેન્ટ્સ બનવા ઈચ્છુક કપલ્સ માટે પણ મેટરનિટી અને પેટરનિટી લીવની જોગવાઈ છે. એન્ડરસને કહ્યું કે, આપણા સિવાય ભારત જ એવો એક માત્ર દેશ છે જ્યાં આ પ્રકારનો કાયદો છે. ભારત 2017માં મેટરનિટી બેનફિટ એક્ટમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં એડોપ્શન અથવા તો સરોગેટ દ્વારા મા બનવા પર 12 અઠવાડિયાની મેટરનિટી લીવની જોગવાઈ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત