ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલના સર્વેમાં આ દાવો કરાયો છે. ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલે ‘ગ્લોબલ કરપ્શન બૈરોમિટર-એશિયા’ નામથી સર્વેનો રિપોર્ટ જાહેર કર્યો છે. સર્વે મુજબ ભારતમાં 39 ટકા ભ્રષ્ટાચાર છે. સર્વેમાં ઉલ્લેખ કરાયો છે કે 47 ટકા લોકો માને છે કે એક વર્ષમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. બીજી તરફ 63 ટકા લોકોનું એવું પણ માનવું છે કે, સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે યોગ્ય પગલાં લઈ રહી છે.
આ ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલનો 17 દેશમાં થયેલો રિપોર્ટ છે. જેણે ભારતને એશિયામાં ભ્રષ્ટાચારમાં અવ્વલ દેશ કહી દીધો. આવું શા માટે તે આપણે જાણીએ જ છીએ ? બાબુઓ ટેબલ નીચેથી પૈસા માગે તો આપણે વિરોધ કરવાની જગ્યાએ વધારો-ઘટાડો કરવામાં લાગી જઈએ છીએ ? પણ આજથી સંકલ્પ કરો કે કોઈ પણ આપની પાસે લાંચ માગશે તો તમે કાયદાકીય લડત લડશો. સરકારી અધિકારીઓને વધારાના રૂપિયા માગવાનો કોઈ અધિકાર નથી તેમને સરકાર પગાર આપે જ છે. તમામ અધિકારીઓ આવા નથી હોતા, પરંતુ કહેવાય છે ને એક બગડેલી કેરી આખુ બોક્સ બગાડે ! માત્ર અધિકારીઓ જ નહીં નેતાઓ પણ ભ્રષ્ટાચારી હોય છે જે દેશનું નામ આવા સર્વેમાં રોશન કરી દે છે.
સર્વેનું માનીએ તો ભારતમાં 46 ટકા લોકો પોતાનું કામ કરાવવા માટે ખાનગી સંપર્કનો ફાયદો ઉઠાવે છે. સંપર્કનો ઉપયોગ કરનારા લોકનું કહેવું છે કે, જો તેઓ આવું નથી કરતા તો તેમનું કામ નથી થતું. સર્વેમાં દાવો કરાયો છે કે, લાંચ આપનારા લોકોમાંથી અડધા લોકો પાસેથી સામેથી લાંચ માંગવામાં આવે છે.
“ભારતના લોકો બાદ કંબોડિયાના લોકો સૌથી વધુ ભ્રષ્ટાચાર કરે છે.” સર્વેમાં કહેવાયું છે કે, ભારત પછી ભ્રષ્ટાચારનો દર કંબોડિયામાં છે. કંબોડિયામાં 37 ટકા લોકો લાંચ આપે છે. ત્રીજા નંબર પર ઈન્ડોનેશિયા છે. ઈન્ડોનેશિયામાં ભ્રષ્ટાચારનો દર 30 ટકા છે. આ ઉપરાંત નેપાળમાં 12 ટકા અને દક્ષિણ કોરિયામાં ભ્રષ્ટાચારનો દર 10 ટકા છે.
માલદીવ અને જાપાન
માલદીવ અને જાપાનમાં ભ્રષ્ટાચારનો દર સૌથી ઓછો છે. આ બંને દેશમાં ભ્રષ્ટાચારનો દર માત્ર 2 ટકા જ છે. સર્વેમાં 17 દેશોના 20 હજાર લોકોને ભ્રષ્ટાચાર અંગે સવાલ પંછાયા હતા. જૂન અને સપ્ટેમ્બર વચ્ચે કરાયેલા આ સર્વેમાં એશિયામાં ભારતમાં જ વધુ ભ્રષ્ટાચાર થાય છે તેવું સાબિત થયું. સર્વેમાં દરેક ચાર લોકોમાંથી
ત્રણ લોકોએ માન્યું કે દેશમાં ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે.
સર્વેમાં પાકિસ્તાનને સામેલ ન કરાયું
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલના સર્વેમાં પાક્સિતાનનો સમાવેશ ન હતો કરાયો. એટલે પાકિસ્તાનની ભ્રષ્ટાચારની સ્થિતિ જાણવા મળી નથી. જે લોકો પર સર્વે કરાયો તેમણે એવું પણ માન્યું કે ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં તેમને ડર લાગે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે 63 ટકા લોકોને ભ્રષ્ટાચારની જાણકારી આપવાથી ડરે છે.
રાજ્યમાં તાજેતરમાં આ ભ્રષ્ટાચાર ગુંજ્યા
અમદાવાદ
દુષ્કર્મ કેસમાં મહિલા ક્રાઈની PSI શ્વેતા જાડેજાએ 35 લાખ રૂપિયાની લાંચ માગી હતી. લાખો રૂપિયાની વસૂલી પણ કરી લીધી હતી. જો કે, આખરે પોલીસનો ગાળિયો તેના પર કસાયો અને તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો.
નવસારી
બે અઠવાડિયા પહેલાં નાયબ મામલતદાર નિલેશ પરમાર લાંચ લેતા ઝડપાયા. નિલેશ પરમાર 3.46 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા. આ ઘટનામાં ACBએ ટ્રેપ ગોઠવી વચેટિયાને રૂપિયા લેતા ઝડપી પાડ્યો હતો.
વડોદરા
એક મહિના પહેલાં પાદરાના મામલતદાર જી.ડી.બારિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ACBની ટ્રેપમાં મામલતદાર અને નાયબ મામલદાર રંગે હાથ ઝડપાી ગયા હતા.
જૂનાગઢ
જમીન બિન ખેતી કરવા મામલે નાયબ મામલતદાર જગદીશ મકવાણા 1 લાખની લાંચ લેતા ઉઘાડા પડી ગયા હતા. જગદીશ મકવાણાએ ફરિયાદી પાસેથી 3 લાખ 90 હજાર રૂપિયાની લાંચ માગી હતી. આમ, જો ગુજરાતનું લિસ્ટ કાઢીશું તો દરેક જિલ્લો ભ્રષ્ટાચારીઓના ભરડામાં છે તેનો ખ્યાલ આવશે. આ લોકોને લાંચ નહીં પણ લાત દેવાની જરૂર છે! કાયદાની લાત.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત