Homeગામનાં ચોરેવસતિ 62 લાખ વધી, પણ દિલ્હીને બે દાયકામાં માત્ર બે નવી હોસ્પિટલ...

વસતિ 62 લાખ વધી, પણ દિલ્હીને બે દાયકામાં માત્ર બે નવી હોસ્પિટલ જ મળી

Team Chabuk-National Desk: વિકાસની ઝડપ વધી છે એમ કહેવાય છે. ઊંચી ઈમારતો બનવા લાગી છે. આનંદ-પ્રમોદની અનેકાધિક વસ્તુઓ નિર્માણ પામી છે. રસ્તાઓ પહોળા થયા છે, પરંતુ હોસ્પિટલ? વસતિ વધતી ગઈ પરંતુ હોસ્પિટલ વૃદ્ધિનું કોઈએ ન વિચાર્યું, એટલા માટે કે કદાચ કોરોના ત્યારે નહોતો આવ્યો! 2020માં વાજતે ગાજતે પ્રવેશેલા કોરોનાએ અસંખ્ય સ્વાસ્થ્ય પ્રશાસનની પોલ ખોલી નાખી છે.

વર્ષ 2001થી 2021ની વચ્ચે દિલ્હીને બે સરકારી હોસ્પિટલ મળ્યા છે. જેમાંથી એક રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને બીજી હોસ્પિટલ બુરાડી સુપર સ્પેશિયાલિસ્ટ. જ્યારે છ કરતા વધારે હોસ્પિટલ વર્ષ 2010થી અત્યાર સુધી નિર્માણાધીન ચાલી રહ્યા છે. આ હોસ્પિટલોમાંથી કેટલીક તો એવી છે કે જેનું કામ ત્રણ વર્ષ પહેલા જ શરુ થયું છે. વીસ વર્ષમાં સૌથી વધારે કોંગ્રેસે શાસન ભોગવ્યું, બાદમાં આમ આદમી પાર્ટી અને પછી ભાજપનું નામ આવે છે.

2001ની વસતિ ગણતરી મુજબ દિલ્હીની વસતિ 1.38 કરોડ હતી. 2011માં આ આંકડો 1.67 કરોડ પાર કરી ગયો. દસ વર્ષની જનસંખ્યા વૃદ્ધિના હિસાબે દિલ્હીમાં આજે આશરે બે કરોડ લોકો વસવાટ કરે છે. છેલ્લા વીસ વર્ષમાં દિલ્હીની વસતિમાં 62 લાખનો વધારો થયો છે અને હોસ્પિટલ માત્ર બે.

હોસ્પિટલોની સંખ્યા 34થી વધીને 36 સુધી પહોંચી છે. એટલે કે બે દાયકામાં માત્ર બે હોસ્પિટલમાં વધારો થયો છે. હોસ્પિટલ બેડની સંખ્યા 12,000થી વધારીને 18,000 થઈ છે. સંખ્યાનો વધારો કોરોનાના કારણે થયો છે. દિલ્હીમાં કેન્દ્ર અને નગર નિગમની ભૂમિકા પણ મહત્વની છે. તેમાં પણ કોઈ નવી હોસ્પિટલોનો આરંભ નથી થયો. જોકે પ્રાથમિક ઉપચારને લઈ વાત કરવામાં આવે તો મોહલ્લા ક્લિનિક દ્વારા પ્રાથમિક સ્તર પર ઈલાજ અને સુવિધાઓ શ્રેષ્ઠ થઈ છે. ઘરની પાસે જ લોકોને નાના મોટા ઈલાજો મળી જાય છે.

દિલ્હીની સરકારે ચિકિત્સા સુવિધા પણ ફ્રી કરી છે. કોવિડની સ્થિતિ એવી ઊભી થઈ કે તેણે દિલ્હીને ક્ષમતા વિસ્તારવાની તક આપી. કોરોનાના આગમન બાદ બે વર્ષમાં જ ડાયગ્નોસ્ટિક અને હોસ્પિટલોમાં બેડની સાથે આઈસીયૂની સેવાની ક્ષમતાનો વિસ્તાર થયો છે.

bank-nifty-advertisement

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments