Team Chabuk-Cinema Desk: ભારત એ ફિલ્મોની નગરી છે. કોને ખબર હતી કે આર્ટ ફિલ્મથી શરુ થયેલો આ વ્યવસાય જોતજોતામાં તો કમાણીનો એક મોટો સ્ત્રોત બની જશે. મોહમયી મુંબઈ નગરીમાં ફક્ત હીરો બનવાની એષણાએ એક જ દિવસમાં લાખો લોકો આવશે. બોલિવુડ ફિલ્મ ઉદ્યોગની વેલ્યૂ 183 અરબ ડોલરની છે. આજે ફિલ્મના તમામ પાસાઓની મોટાભાગના લોકોને ખબર છે. પરંતુ હોલિવુડ, બોલિવુડ, ટોલિવુડ જેવા નામોથી ઓળખાતા આ ઉદ્યોગજગતમાં પાછળ ‘વુડ’ શા માટે લગાવવામાં આવે છે તેની કોઈને ખબર નથી.
‘વુડ’ શબ્દનો ઉપયોગ મુખ્ય રૂપથી હોલિવુડ, ટોલિવુડ, બોલિવુડ, લોલિવુડ સહિતના ફિલ્મ ઉદ્યોગ જગતમાં કરવામાં આવે છે. જેની શરુઆત સૌથી પહેલા હોલિવુડમાંથી જ થઈ હતી. શરૂઆત કરનારનું નામ એચ.જે.વિટલે. જેમને હોલિવુડ ઉદ્યોગ જગતના પિતા પણ કહેવામાં આવે છે, જેમ ભારતમાં દાદા સાહેબ ફાળકેને હિન્દી સિનેમાસૃષ્ટીના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
હોલિવુડ નામ રાખવા પાછળ એક રસપ્રદ વાત સંકળાયેલી છે. જોકે એટલી પણ રસપ્રદ નથી! એચ.જે.વિટલે આ નામ અમેરિકાના લોસ એન્જેલસ રાજ્યના મધ્યમવર્ગીય વિસ્તારમાં સ્થિત હોલિવુડ જિલ્લાના નામ પરથી રાખ્યું હતું. જેમ જેમ ઉદ્યોગ જગત બનતા ગયા તેમ તેમ પાછળ વુડ નામ ચોંટતું ગયું. જેનો હિન્દી કે દક્ષિણ ભારતીય સિનેમામાં કોઈ અર્થ સરતો નથી. ભારતમાં કોઈ બોલિવુડ નામનું શહેર આવેલું નથી. એવી જ રીતે પાકિસ્તાનમાં લોલિવુડ કે દક્ષિણમાં કોઈ ટોલિવુડ પ્રદેશ આવેલો નથી.
હિન્દી સિનેમા ઉદ્યોગને બોલિવુડ કહેવામાં આવે છે. મુંબઈ જે પહેલા બોમ્બે હતું તેના પરથી તેનું નામ બોલિવુડ રાખવામાં આવ્યું. પાકિસ્તાનમાં લાહોર ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્રસ્થાન છે. જેને લોલિવુડ કહેવામાં આવે છે. અહીં પંજાબી અને ઉર્દુ ભાષામાં ફિલ્મો બનાવવામાં આવે છે. કન્નડ ફિલ્મો માટે સેન્ડલવુડ અને તેલુગુ માટે ટોલિવુડ શબ્દ ચલણમાં છે. હોલિવુડ બનતા બીજી શહેરો મુજબ નકલો ફૂટી નીકળી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત