Homeગામનાં ચોરેજનતાને ભરોસો અપાવવા આ દસ લીડરોએ વેક્સિન લીધી

જનતાને ભરોસો અપાવવા આ દસ લીડરોએ વેક્સિન લીધી

Team Chabuk-International-Desk : વિશ્વને એક વર્ષથી ઝપટમાં લેનારા કોરોના દૈત્યને હણવા માટે વેક્સિન આવી ચૂકી છે. જોકે કેટલીક જગ્યાએ વેક્સિનની આડ અસરના ડરથી અને વોટ્સએપ યુનિવર્સિટીના પ્રતાપે કેટલાક લોકો વેક્સિન લગાવવા નથી માગતા. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે વિવિધ દેશના વડાઓ પોતે વેક્સિન લઈ રહ્યા છે અને તમામ લોકોને પણ વેક્સિન લેવાની સલાહ આપી રહ્યા છે. જેથી જનતાનો ભરોસો જીતી શકે કે વેક્સિન એ સુરક્ષિત છે. તેનાથી કોઈ પણ પ્રકારનો ભય ન રાખો. આડ અસર નહીં થાય. વેક્સિન આવી ગયા પછી દુનિયાના દસ દમદાર નેતાઓએ વેક્સિનના શોટ લીધા છે. એ દસ નેતાઓ પર નજર કરીએ.

અમેરિકાના થનારા રાષ્ટ્રપતિ જો બાઈડેન

અમેરિકાના ઈલેક્ટેડ પ્રેસિડેન્ટ અને 20મી જાન્યુઆરીના રોજ શપથ લેનારા જો બાઈડેને સોમવારે કોવિડ-19 વેક્સિનનો ચાર અઠવાડિયા પછી બીજો ડોઝ લીધો હતો. બાઈડેને ફાઈઝર અને બાયોએનટેક વેક્સીન લગાવી હતી. 21મી ડિસેમ્બરના રોજ તેમણે પ્રથમ વખત વેક્સિન લગાવી હતી. કહી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસની સાથે રસી લેવાની વાત તેઓ દોઢ મહિના પહેલા જ વિશ્વ મીડિયાને જણાવી ચૂક્યા હતા.

કમલા હૈરિસ

જો બાઈડનની જ જેમ અમેરિકાની પ્રથમ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ કમલા હૈરિસે પણ 29મી ડિસેમ્બરના રોજ વેક્સિનનો ટીકો લીધો હતો. તેમણે આ વેક્સિન લાઈવ ટીવી પ્રોગ્રામમાં લીધી હતી. જેથી જનતાનો ભરોસો જીતી શકાય.

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેંસ

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેંસે 18મી ડિસેમ્બરના રોજ કમલા હૈસિરની માફક જ લાઈવ ટીવી પ્રોગ્રામમાં કોરોનાની વેક્સિન લીધી હતી અને જાગૃતતા ફેલાવી હતી.

ક્વીન એલિઝાબેથ

બ્રિટનની ક્વીન એલિઝાબેથે પણ બકિંઘમ પેલેસમાં ગત્ત શનિવારના રોજ વેક્સિન લગાવી હતી. તેમને મહેલના રોયલ ડોક્ટરે વેક્સિનનો ડોઝ આપ્યો હતો. બ્રિટનની ક્વીન એલિઝાબેથ આજકાલ વિંડસર કેસલમાં લોકડાઉન પીરિયડ પસાર કરી રહી છે.

ડ્યૂક ઓફ એડિનબર્ગ

બ્રિટનની ક્વીન એલિઝાબેથના પતિ ડ્યૂક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલીપે પણ શનિવારે વેક્સિન લીધી હતી. વિન્ડસર કેસલમાં રહેલા ફિલીપને પણ રોયલ ડોક્ટર દ્વારા જ વેક્સિનનો ડોઝ દેવામાં આવ્યો હતો.

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ

ઈઝરાયલના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ મિત્રને શનિવારે કોરોના વેક્સિનનો બીજો ટીકો આપવામાં આવ્યો હતો. ત્રણ અઠવાડિયા પહેલા તેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વેક્સિન લગાવવા માટે બેન્જામીન પોતે જ તેલ અવીલની શેબા મેડિકલ સેન્ટરમાં પહોંચ્યા હતા. નેતાન્યુહુ દેશના એવા પ્રથમ વ્યક્તિ છે જેમને કોરોના વેક્સિનના બંને ડોઝ મળી ચૂક્યા છે.

ગ્રીસની રાષ્ટ્રપતિ કેટરીના સકેલ્લારોપોઉલોઉ

ગ્રીસની રાષ્ટ્રપતિ કેટરીના સકેલ્લારોપોઉલોઉને 27મી ડિસેમ્બરના રોજ એથેન્સના અવગ્ગેલીસમોસ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ કેટરીનાએ ગ્રીસમાં કોરોના વેક્સિન લગાવનારા પ્રથમ કેટલાક લોકોમાં સામેલ છે. જેથી જનતાને વિશ્વાસમાં લાવી શકાય.

ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસ

ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસે પણ 27 ડિસેમ્બરના રોજ એથેન્સના એટિકોન યુનિવર્સિટીની હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધી હતી. તેમણે કહ્યું કે, આજે સમગ્ર ગ્રીસ માસ્કની પાછળ હસી રહ્યું હશે. કારણ કે કોરોનાને હરાવવા માટે માસ્ક બાદ સૌથી મોટું હથિયાર તેમના દેશમાં આવી ગયું છે. પોતાના વક્તવ્યમાં આ શબ્દોનો પ્રયોગ કરી તેમણે જનતાને વેક્સિન સુરક્ષિત છે તેવું જણાવ્યું હતું.

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મુત્કુમ

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મુત્કુમે 3 નવેમ્બરના રોજ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. એ સમયે શેખે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આ વેક્સિન સમગ્ર વિશ્વ સુધી પહોંચે તમામનો ઈલાજ થાય. કોઈ પણ કોરોનાથી સંક્રમિત ન થાય.

જોકો વિડોડો ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ

ચીનની દવા કંપની સાઈનોવેક બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન સુરક્ષિત છે. એ દર્શાવવા માટે જ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બુધવારે વેક્સિનનો પ્રથમ શોટ લીધો હતો. ચીનની કોરોના વેક્સિન પર વિશ્વભરમાંથી સવાલો ઉઠી રહ્યા હતા. જે સવાલોનું શમન કરવા માટે જ અને સંશયને દાબવા માટે વિડોડોએ વેક્સિન લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સિનની કોરોના સામે લડવાની ક્ષમતા માત્ર 50 ટકા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments