Homeગામનાં ચોરેરિસર્ચને મંજૂરી : હવે જાણી શકાશે કે રામ સેતુ કેટલા વર્ષ જૂનો...

રિસર્ચને મંજૂરી : હવે જાણી શકાશે કે રામ સેતુ કેટલા વર્ષ જૂનો છે? તે ક્યારે અને કેવી રીતે બન્યો ?

Team Chabuk National Desk : ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો રામ સેતુ કોણે અને ક્યારે બનાવ્યો છે તેનો ખુલાસો આગામી વર્ષોમાં થઈ શકે છે. ‘રામ સેતુ’ વિશે તમામ માહિતી મેળવવા માટે એક અંડરવોટર રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેનાથી એ જાણી શકાશે કે રામ સેતુ કેટલા વર્ષ જૂનો છે. તે ક્યારે અને કેવી રીતે બન્યો છે. પૂલ વિશે માહિતી એકઠી કરવા માટે  નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓસનોગ્રાફીના વૈજ્ઞાનિકો તેના પર રિસર્ચ કરશે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા ASIએ રિસર્ચને મંજૂરી આપી દીધી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પૂલ વિશે માહિતી મેળવવા માટે તેઓ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જેનાથી પુલની ઉંમર અને રામાયણકાળ વિશે જાણી શકાશે. વૈજ્ઞાનિકો આ રિસર્ચ માટે સિંધુ સંકલ્પ અથવા તો સિંધુ સાધના નામના જહાજનો ઉપયોગ કરી શકે છે. આ જહાજ પાણીની સપાટીથી 35-40 મીટર નીચેથી નમૂના એકઠાં લઈ શકવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે આ પુલ 48 કિલોમીટર લાંબો છે . આ પુલ મન્નારની ખાડી અને પૉક સ્ટ્રેટને એક બીજાથી અલગ કરે છે. 15મી સદી સુધી રામેશ્વરથી મન્નાર દ્વીપ સુધી પુલ પર ચાલીને જઈ શકાતું તેના પુરાવા પણ મળ્યા છે. જો કે, વાવાઝોડાના કારણે સમુદ્રની ઉંડાઈ વધી છે જેના કારણે હાલ પુલ પાણીમાં ડૂબી ગયો છે. કેટલાક સ્થળોએ રામ સેતુની ઉંડાઈ માત્ર 3 ફૂટ છે.

રામાયણમાં પુલનો ઉલ્લેખ છે.

રામાયણ મુજબ ભગવાન રામ જ્યારે લંકાના રાજા રાવણના ચુંગાલમાંથી માતા સીતાને છોડાવવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ સમુદ્ર આવ્યો હતો. ભગવાન રામની વાનર સેનાએ જ આ પુલનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે. રામાયણ મુજબ વાનરોએ નાના નાના પથ્થરોની મદદથી આ પુલ તૈયાર કર્યો હતો.

રામ સેતુના નિર્માણની રસપ્રદ કહાની

ભગવાન રામ જ્યારે અપહ્યત સીતા માતાને છોડાવવા જઈ રહ્યા હતા. ત્યારે આ  સમુદ્ર પાર કરવા માટે તેઓ દુવિધામાં મુકાયા હતા. આ દરમિયાન વરૂણ દેવે પ્રગટ થઈ અને નલ અને નીલ નામના બે વાનર આ કામ કરી શકે છે તેવી માહિતી આપી હતી. એવુ કહેવામાં આવે છે કે, ઋષિમુનીઓએ નલ અને નીલને શ્રાપ આપેલો હતો કે, તેઓ જે કંઈ પણ સમુદ્રમાં ફેંકશે તે ડૂબશે નહીં. જ્યારે બંને વાનર નાના હતા ત્યારે ઋષિમુનીનો તમામ સામાન તેઓ સમુદ્રમાં ફેંકી દેતા હતા. એટલે જ ઋષિમુનીએ તેમને આ શ્રાપ આપેલો હતો. આમ, શ્રાપ તેમના માટે વરસાદ સાબિત થયો હતો. બીજી માન્યતા એવી પણ છે કે, કોઈ પણ પથ્થરમાં જો શ્રી રામ લખીને સમુદ્રમાં ફેંકવામાં આવે તો તે ડૂબશે નહીં. આમ તમામ પથ્થર પર શ્રીરામ લખીને આ પુલ બનાવાયો હતો.

સેતુસમુદ્ર પ્રોજેક્ટ અંગે વિવાદ

યુપીએ-1 દરમિયાન 2005માં સેતુસમુદ્રમ શીપ ચેનલ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. આ મુદ્દે બહુ વિવાદ થયો હતો. કારણ કે આ પ્રોજેક્ટ માટે સમુદ્રમાં આવેલા આ પુલનો કેટલોક ભાગ તોડવો પડે તેમ હતો. જેથી ઉંડાઈ વધી શકે અને જહાજ ત્યાંથી પસાર થઈ શકે.

આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં 2007માં કામ પર રોક લગાવી દેવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો હિન્દુ સંગઠનો ઉપરાંત પર્યાવરણવિદ અને રાજકીય પક્ષોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. 2007માં ASI અને યુપીએ સરકારમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, એ વાતના કોઈ પુરાવા નથી કે પુલ ભગવાન રામે બનાવ્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ પ્રોજેક્ટ વિરૂદદ્ધ પીઆઈએલ દાખલ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામી આ પુલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની પણ માગણી કરી ચુક્યા છે. જે હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments