Homeગામનાં ચોરેચોર ભાજપના એક નેતાની કારના ટાયર કાઢી ગયા

ચોર ભાજપના એક નેતાની કારના ટાયર કાઢી ગયા

ચોરોની દુનિયા અજીબો ગરીબ છે. ખબર નહીં ક્યારે કઈ વસ્તુની તેમને આવશ્યકતા પડી જાય. કોઈ વખત ઘરનો સામાન ઉઠાવીને લઈ જાય. કોઈ વખત ઘરમાં જરૂરિયાતનો સામાન ન મળે તો ઘર આખુ ગંદુ કરી નાખે. અસ્તવ્યસ્ત કરી નાખે. હવે ઉત્તરપ્રદેશના ભાજપના નેતા સાથે જે થયું તેનાથી તો તેમનો પેટ્રોલનો ખર્ચ બચી જશે. ચોર આવ્યા અને ગાડીના ટાયર કાઢીને લઈ ગયા. હવે તમે કહેશો કે…

હરિયાણામાં થોડા સમય પહેલા એક ખબરે પોલીસની ઉંઘ ઉડાવી દીધી હતી. ખબર કંઈક એવી હતી કે હરિયાણાના જીંદમાં પટેલ નગર વિસ્તારની અંદર ચોર સમુહ ત્રાટક્યો અને આ વિસ્તારના મકાનની ગાડીઓમાં લાગેલા 170માંથી 40 જેકની ઉઠાંતરી કરી ગયા. કોઈ મોટી નુકસાની નથી કરતા. ચોરો હિંસામાં પણ નથી માનતા. એ આવે છે અને પૂર્જા પૂર્જા ઢીલા કરીને ચાલ્યા જાય છે. સીસીટીવી ચેક કરવામાં આવે છે તો તેમનો ચહેરો 3GP વીડિયોથી પણ ખરાબ હાલતમાં જોવા મળે છે.

હવે હરિયાણામાં જે થયું એવી જ ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી છે. અહીં ચોરોએ પોતાની પૂરતી ટેલેન્ટ બતાવતા કારની નીચેના પૈડા કાઢી લીધા. કોઈને ખબર ન લાગે કે, અવાજ ન આવે એ રીતે કારની નીચે ઈંટો રાખી દીધી. મકાનના માલિક ઘોડા વેચી ઉંઘતા રહ્યા અને ચોર પોતાના હાથની કરામત કરીને ભાગી છૂટ્યા.

આ ઘટના જ્યાં બની ત્યાં ક્વાર્સી પોલીસ સ્ટેશન લાગુ પડે છે. અહીં જ્ઞાન સરોવર નામની સોસાયટી આવેલી છે. જ્યાં ચોરોએ પોતાનું સંપૂર્ણ જ્ઞાન વાપર્યું. કાર કોઈ બીજાની હોત તો આ ખબર લખવી પણ ન પડેત, પ્રકાશમાં પણ ન આવેત. જોકે આ કાર તો ભાજપના નેતા અને મહિલા આયોગના સભ્ય મીના કુમારીની છે. તેમની પોતાની જ કાર હતી.

સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ઊભી હતી. એ પછી તેઓ વિવાહ પ્રસંગમાં ગયા. તેઓ તો નેતા રહ્યા એટલે આમંત્રણ પણ મળી ગયું. બાકી અહીં તો કોને કાઢવા અને કોને રાખવા તેનું જ લિસ્ટ તૈયાર કરવામાં ઘરધણી મંડ્યા છે.

વિવાહ સંપન્ન કર્યા પછી તેઓ પુન:પોતાની કાર પાસે આવ્યા અને ગાડી ચલાવી ઘર તરફ નીકળી પડ્યા. મોડી રાત થઈ ચૂકી હતી એટલે કારને બહાર જ પાર્ક કરી અંદર ઊંઘી ગયા. આ વખતે સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહેલી કારને ડોલાયમાન થવાનું હતું ! ચોર આવ્યા અને કારના પૈડા કાઢી ગયા. ઈંટોને કારની નીચે રાખી દીધી.

મીના કુમારી આ વિશે શું કહે છે ? ‘‘રાતના અગિયારથી બારની વચ્ચે હું લગ્ન સમારોહ સંપન્ન કરી પરત ફરી હતી. એવું નહોતું કે મારી જ ગાડી હતી. બીજા ઘણા લોકોની ગાડી બહાર હતી. રોજ તો હું કારને ઘરની અંદર ઊભી રાખતી હતી રાત્રે મોડી આવી તો થયું કે એક દિવસ બહાર રાખી દઉં અને અંદર ચાલી ગઈ. ’’

‘‘જ્યારે હું સવારમાં ઉઠી તો લોકો પૂછી રહ્યા હતા કે આજુબાજુનાં બે પૈડા શા માટે કાઢી નાખ્યા ? પંચર હતું કે શું ? ત્યારે મને થોડો અચંભો થયો અને હું બહાર જઈ જોવા ગઈ. તો નજીકના કન્ડક્ટર બાજુના બંને પૈડા ગાયબ હતા અને જેક લાગેલો હતો. એ પછી મેં નજીકના ક્વાર્સી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી. એમણે કહ્યું કે તમે લેખિતમાં આપી દો. એ પછી કેસ ફાઈલ થયો. ’’

પોલીસ પાસે કરવા જેવું એક કામ હતું. એ તેમણે કર્યું. સીસીટીવી ફંફોસ્યા પણ કંઈ હાથ ન લાગ્યું. ચોરો સ્પષ્ટ દૈદિપ્યમાન નથી થઈ રહ્યા. પોલીસનું કહેવું છે કે, આ વાતની ખબર મળતા જ તેઓ તુરંત તપાસમાં લાગી ગયા હતા. સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને હવે તેઓ કહે છે કે પોલીસની તપાસ ચાલુ જ છે. આરોપીઓની ધરપકડ તુરંત કરી લેવામાં આવશે.આ ઘોર કળિયુગમાં ગાડીઓને કહેવું પડે છે સાવધાન રહે સુરક્ષિત રહે. રાત મૈં બહાર ન રહે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments