Homeવિશેષહસાવી હસાવીને આંખમાંથી પાણી કાઢી નાખતી ‘શાયર બદહવાસ’ની શાયરીઓ

હસાવી હસાવીને આંખમાંથી પાણી કાઢી નાખતી ‘શાયર બદહવાસ’ની શાયરીઓ

‘ઘણું બધું લખ્યું. જેટલું લખાતું એ વાંચી બધા હસતા એટલે એટલે નક્કી કર્યું કે હાસ્ય લેખક બની જઈએ.’ આ શબ્દો વિનોદ ભટ્ટના છે અને હવે જે ટ્વીટર અને ફેસબુક પર આઈડી છે તેની વાત કરવાના છીએ. આઈડીનું નામ છે શાયર બદહવાસ. છંદ-બંદ સાથે તેને કોઈ પડી નથી. વિવેચકો સુધી તેનું લખાણ પહોંચતું નથી. એ તો બસ લોકોને ખુશ રાખવા માટે અને મહત્તમ હાહા રિએક્ટ કરાવવા માટે જ શાયરીઓ લખે છે.

એ કોઈ ઘટના બને છે તેના પરથી શાયરી ઘડી કાઢે છે. ગુજરાતીમાં આપણે તેને હઝલ એવું નામ આપેલું છે. જે ખડખડાટ હસાવી જાય. હોય ગઝલ જેવી જ. આપણા ગુજરાતી ગઝલકાર-હઝલકાર અને દિવ્ય ભાસ્કરમાં હાસ્યની કટાર લખવા ઉપરાંત સ્ટેજ પરથી જેમની સંચાલનની ક્રિયા ખૂબ પસંદ છે એ રઈશ મનીઆરની એક હઝલ માણીએ. જેથી આપને હઝલ એટલે શું તેની ખબર પડી જાય અને પછી શાયર બદહવાસની ટ્વીટર શાયરીઓ માણીએ.

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

શાયર બદહવાસના ફોટોમાં એક કવિ છે. કાર્ટુન ચિત્ર છે. માઈક હાથમાં લઈને કવિતાઓ કહી રહ્યો છે. લાંબા કાળા વાળ છે એટલે યુવાન છે. પાછળ બ્લુ કલરનો પડદો છે અને નીચે લાકડાનું સ્ટેજ છે. વાતાવરણને ઘનઘોર કરવા માટે તેણે પોતાના હાથ ઊંચા કર્યા છે અને હવે આ હિન્દી આઈડીના આધારે સમાચાર બુક ચાબુકમાં વાતાવરણને ઘનઘોર કરી નાખીએ.

શાયર બદહવાસે છેલ્લા કેટલાય સમયથી શાયરીઓ કરવાની છોડી દીધી છે. હવે તો એ પેજ પણ એક્ટિવ નથી. કદાચ શાયર બદહવાસ હવે કોઈ બીજા પેજમાં સક્રિય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments