Team Chabuk-National Desk: જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સંયુક્ત ટીમે લશ્કર-એ-તૈયબાના ત્રણ મદદગારોની ધરપકડ કરી લીધી છે. ત્રણેય આરોપી ગુરૂવારે જે એન્ડ કે બેંકમાં થયેલી લૂંટમાં સામેલ હતા. આ ઉપરાંત અન્ય બે બેંક ગ્રામીણ બેંક ઓગમુના અને ગ્રામીણ બેંક પાનજીનારામાં થયેલી લૂંટમાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ સફળ ઓપરેશનને બારામુલા પોલીસ અને આર્મીના 29 રાષ્ટ્રીય રાયફલ્સે પાર પાડ્યું છે.
ધરપકડ કરાયેલા આતંકવાદીઓના મદદગારોની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેઓ કાશ્મીરના જ નાગરિક નસીર અહેમદ ખાન અને તેમના પુત્ર ગુલામ મોહમ્મદ ખાનની હત્યામાં પણ સામેલ હતા. આતંકીના આ ત્રણે મદદગારો લશ્કરના આતંકવાદી યુસુફ ડાર અને અબરાર નદીમ ભટનાં ઈશારા પર ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા.
સુરક્ષાદળોએ આતંકીઓ પાસેથી મોતને સામાન પણ જપ્ત કર્યો છે. આરોપી પાસેથી 24 હજાર 500 રૂપિયા, ચાઇનાની બનાવટની પિસ્તોલ, બે મેગેઝિન, 25 કારતૂસ, 12 બોર રાઇફલ, ત્રણ કારતૂસ, છરી અને ત્રણ PPE કીટ મળી આવી છે. આ ઉપરાંત સુરક્ષાદળોએ તેમના ત્રણ વાહનો પણ જપ્ત કર્યા છે. જમ્મૂ-કાશ્મીર પોલીસે આતંકીઓના ત્રણે મદદગારો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં આતંકીના ઈશારે કામ કરનારા ત્રણે શખ્સોની ઓળખ પણ છતી કરાઈ છે. ત્રણે શખ્સો પૈકી એકનું નામ બસીર અહેમદ, બીજાનું નામ ગુલામ અહેમદ અને ગુલામ મોહમ્મદ હોવાનો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછમાં લશ્કરના કેટલાય ગુપ્ત રાઝ ખુલી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીરના બારામુલાના પટ્ટનમાં બેંક લૂંટાઈ હતી. પીપીઈ કીટ પહેરીને અલ્ટો કારમાં આવેલા હથિયારધારી શખ્સોએ બેંક લૂંટી હતી. આરોપીઓ બેંકના કર્મચારીઓને હથિયાર બતાવી 2 લાખ 86 હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બેંકના સિક્યોરિટી ગાર્ડે આરોપીઓને પકડવાની કોશિશ કરી હતી જો કે, આરોપીએ તેમની ગન છીનવી લીધી હતી અને ફાયરિંગ કરી દેતા અફરા-તફરી મચી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત