Homeદે ઘુમા કેટીમ પેનના કારણે તો હાર્યા જ નથી : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો

ટીમ પેનના કારણે તો હાર્યા જ નથી : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો

Team Chabuk-Sports Desk : ભારત સામેની શ્રેણીમાં નાલોશી ભર્યો પરાજય મેળવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયા તરફથી નિવેદનોની વણઝાર લાગી ગઈ છે. ભારતની બી ટીમ કહેવાતી અને જેના પાંચ ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યુ કર્યું હોવાના કારણે ઓસ્ટ્રેલિયા માટે ઢાંકણીમાં ડૂબી જવા જેવી સ્થિતિનું સર્જન થયું છે. એક તરફથી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનો અને દિગ્ગજ ખેલાડીઓના નિવેદનો આવી રહ્યા હતા કે સિનીયર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતનો પરાજય નિશ્ચિત છે. ઓસ્ટ્રેલિયા વ્હાઈટ વોશ કરશે. તો બીજી તરફ હવે ભારત તો 1.5 બિલિયન લોકોનો દેશ છે તેવી વાતો ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટીન લેંગર કરી રહ્યા હોવાથી સમગ્ર ક્રિકેટ વિશ્વમાં મજાકનો વિષય બની ગયા છે.

હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટને લઈ ઓસ્ટ્રેલિયાની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે ભારતીય ટીમ સામે દૃઢતાથી લડવા માટે છેલ્લી બોલ સુધી કડક મૂડ રાખવાની જરૂર હતી. જો કે ક્લાર્કે ચોથી ટેસ્ટમાં અને શ્રેણીમાં જે પરાજય થયો તેનો દોષ ટીમ પેનને નથી આપ્યો. જેના કારણે ક્રિકેટ પ્રેમીઓ આશ્ચર્યમાં પણ મુકાયા છે. પેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં 23 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 11માં જીત મળી છે. અને હવે ભારત સામે ઘર આંગણે રમાયેલી સિરીઝમાં બે હારથી તેનો રેકોર્ડ ખરાબ થઈ ગયો છે. પેનને 2018ની સાલમાં દક્ષિણ આફ્રિકા સામે જ્યારે સ્ટીવ સ્મિથે બોલ સાથે છેડછાડ કરી ત્યારે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જો કે હાલ તો પેનના નેતૃત્વની સાથો સાથે તેની ખરાબ વિકેટ કીપિંગની પણ આલોચકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. આમ છતાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ ક્લાર્ક દ્વારા તેનો બચાવ કરવો એ હજુ ઘણાના ગળે નથી ઉતરતું.

સામેની બાજુ ક્લાર્કનું માનવું છે કે નકારાત્મક માનસિકતાના કારણે ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ક્લાર્કે બિગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટ કાર્યક્રમના માધ્યમથી કહ્યું, મને લાગે છે કે અમારી માનસિકતા કેટલીક ક્ષણોમાં નકારાત્મક રહી, કારણ કે અમારી અંદર પરાજયનો ભય હતો. આ સિવાય અમારે અમારો મૂડ ચેન્જ કરી ફક્ત જીત મેળવવાનો પ્રયત્ન કરવાની જરૂર હતી.

ક્લાર્કે 20 ઓવરની વાત મુકતા જણાવ્યું હતું કે, છેલ્લી મેચમાં 20 ઓવર રહેતા હારવું કે અંતિમ બોલ પર હારવું એ જરા પણ લાગુ પડતું નથી. અમારે ટ્રોફી પ્રાપ્ત કરવા માટે આ મેચ જીતવાની જરૂર હતી. મને લાગે છે કે અમારે મેચના પહેલા બોલથી છેલ્લા બોલ સુધી આ પ્રકારનો મૂડ દર્શાવવાની જરૂર હતી.

ક્લાર્કે કહ્યું કે એક સમય હતો કે જ્યારે કેપ્ટનના માથા પર હારનું ઠીકરું ફોડવામાં આવતું હતું પણ હાલના સમયમાં એવું નથી. આ અંગે જવાબ આપતા ક્લાર્કે કહ્યું કે, જ્યારે હું ક્રિકેટ રમતો હતો… જ્યારે હું મારા પિતાને જોઈને મોટો થયો હતો. તો હું જે ટીમમાં રમતો હતો તેમાં હારનો જવાબદાર કેપ્ટન રહેતો હતો. પણ સમયની સાથે એ બદલી ગયું.

ક્લાર્કે જવાબદારીઓ વિશે વધારે ખુલીને વાત કરતા કહ્યું કે, હવે ચયનસમિતિના અધ્યક્ષ છે. હાઈ પરફોર્મન્સ મેનેજર છે. મુખ્ય કોચ છે. જેમની પાસે મહત્તમ જવાબદારીઓ છે. એમાંથી હવે ટીમનું સંચાલન કોણ કરી રહ્યું છે ? એ મારા કહેવાનો ઉદ્દેશ્ય છે.

ક્લાર્ક જ નહીં પૂર્વ ફાસ્ટ બોલર અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટલીએ પણ ટીમ પેનનો બચાવ કર્યો હતો, લીએ ફોક્સ સ્પોર્ટ્સ.કોમ.એયુ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મારું માનવું છે કે જ્યારથી તેણે કેપ્ટનશીપ સંભાળી છે ત્યારથી સારું નેતૃત્વ બતાવ્યું છે. આ સિવાય તો ટીમ પેનની વિકેટ કીપિંગ માટે પણ ઘણું કહેવામાં આવી રહ્યું છે. તેમણે કેટલીક તકો ગુમાવી દીધી પણ કોણ નથી ગુમાવતું. તમે વિકેટકીપરોના ઈતિહાસમાં જઈને જુઓ, તમને એવા વિકેટ કીપરો મળી જશે જેમણે વિકેટની પાછળ ખરાબ પ્રદર્શન કર્યું હોય અને ખરાબ સમયમાંથી પસાર થયા હોય. એ સારો કેપ્ટન અને સારો વિકેટ કીપર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments