Team Chabuk-International Desk : ચાઈનીઝ કંપની અલીબાબા ગ્રુપના ફાઉન્ડર જેક મા સરકાર સામે શિંગડા ભરાવ્યા પછી ગાયબ હતા. કોરોના બાદ તેઓ કોઈ જાહેર જગ્યામાં દેખાયા ન હોવાથી લોકોએ ટ્વીટર પર વાતો કરવાની શરૂઆત કરી દીધી હતી કે જેક મા સરકાર સામે થયા અને ગયા. લાંબા સમય પછી એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપવાથી તેમની કંપનીના શેરમાં ઉછાળો આવ્યો. હોંગકોંગ સ્ટોક એક્સચેન્જના શેર 6 ટકા ઉછળ્યા. ઓક્ટોબર 2020માં જેક માને કોઈ કાર્યક્રમમાં જોવામાં નહોતા આવ્યા. આફ્રિકામાં તેમની કંપની એક ટેલેન્ટ શો આફ્રિકા બિઝનેસ હીરો કરાવે છે. જેના અંતિમ એપિસોડમાં તેમણે નિર્ણાયક તરીકે સામેલ થવાનું હતું. પણ એ સામેલ ન થયા. તેમની જગ્યાએ કંપનીના એક બીજા અધિકારીએ કાર્યક્રમમાં હાજરી પૂરાવી. એ સમયે કંપનીએ ખુલાસો કરતા કહ્યું હતું કે તેઓ વ્યસ્તતાના કારણોસર હાજરી આપી શક્યા નથી. એ સમયે વિશ્વભરના તેમના ચાહકો અને તેમની કંપનીમાં રોકાણ કરનારાઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. હવે જેક મા ફરી કાર્યક્રમમાં દેખાયા હોવાથી એમને રાહત મળી હશે.
જેક મા વિશેની તાજી જાણકારી ચીન સરકારના આંતરાષ્ટ્રીય મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા મળી છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર,‘‘અંગ્રેજી શિક્ષકમાંથી ઉદ્યોગપતિ બનેલા અને અલીબાબા ગ્રૂપના પૂર્વ ચેરમેન જેક મા યુન ગ્રામીણ અધ્યાપક થીમવાળી સોશિયલ વેલફેર પ્રોગ્રામમાં વીડિયો લિન્ક દ્વારા નજર આવ્યા. અલીબાબા ગ્રુપે કરેલી કડક તપાસ બાદ તેઓ પહેલી વખત જાહેરમાં જનતા વચ્ચે નજર આવ્યા છે.’’
Jack Ma Yun, the English teacher turned entrepreneur and former executive chairman of #Alibaba, showed up at a rural teacher-themed social welfare event via video link on Wed, his first public appearance since Alibaba came under tougher regulatory scrutiny.https://t.co/VXywPHEeyv pic.twitter.com/DKCXhASIhu
— Global Times (@globaltimesnews) January 20, 2021
આ વીડિયોમાં જેક મા કેઝ્યુઅલ વસ્ત્રોમાં દેખાયા હતા અને એક જગ્યાએ તેઓ કોઈ જગ્યાએ ઘુમતા પણ નજર આવ્યા હતા. એ પોતાના જૂના વીડિયો કરતા ખૂબ અલગ નજર આવી રહ્યા હતા. જેક મા પોતાની ગુણવત્તા પણ ગુમાવી ચૂક્યા છે. ઓક્ટોબરમાં ગાયબ થયા તે પહેલાના તમામ વીડિયોમાં તેમની વાતચીતની શૈલી જોશીલી હતી અને હવે જેક મા બિલકુલ શાંત અને સરળ સ્વભાવના લાગી રહ્યા છે. તેમના અવાજમાંથી એ રણકો લિપ્ત થઈ ગયો છે. એ થાકેલા દેખાય છે. આ વીડિયોમાં તેઓ બોલે છે કે હવે તેઓ પોતાનો લાંબો સમય પરોપકારના કાર્યોમાં પસાર કરવા માગે છે.
ઓક્ટોબર 2020માં જેક માએ એક કાર્યક્રમમાં ચીનની સરકારની આલોચના કરી હતી. તેમણે શાંઘાઈના કાર્યક્રમ દરમિયાન ચીનના નેજા હેઠળ રહેલી બેંકોની ઉગ્ર શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. દેશના નાણાકીય રેગ્યુલેટર્સ પર તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વ્યવસ્થાતંત્રને સુધારવાની માગ કરી હતી. વાત એટલે સુધી પહોંચી ગઈ હતી કે ગ્લોબલ બેકિંગ રેગ્યુલેશનને વૃદ્ધ લોકોનું સંગઠન કહી દીધું હતું. આ ભાષણને ચીનની સત્તારૂઢ સામ્યવાદી પાર્ટીએ પોતાના પર હુમલાના રૂપે જોયું હતું. સરકારને તેમની વાતો યોગ્ય ન લાગી અને તેની અસર પણ વર્તાયો વિના ન રહી.
ચીનની ચંચૂપાતી સરકાર અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની કથિત નારાજગી જેક માને ભારે પડતી નજર આવી હતી. નવેમ્બરમાં તેમના એન્ટ ગ્રુપ જે 37 અરબ અમેરિકી ડોલરવાળા હતા, તેમના આઈપીઓને નિલંબિત કરી દીધા હતા. જેકની નાણાકીય ટેક કંપનીના એન્ટ ગ્રુપ પર પણ લગામ કસી હતી. એટલું જ નહીં અલીબાબાના ગ્રુપની વિરૂદ્ધ ગેરકાયદેસર રીતે બજારમાં વર્ચસ્વ જમાવવાના અને તેની તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હતા. એ પછી જેક માના ચીન છોડવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ત્યારથી અલીબાબાના શેરમાં ભારે પડતી નજર આવી રહી છે. જેક માની હાજરી માત્રથી 6 ટકાનો ઉછાળો આવ્યો છે. આગામી સમયમાં જેક મા વધારે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપે છે કે નહીં તે જોવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત