Homeદે ઘુમા કેટેમ્પરેચર અને હાર્ટ સેન્સર સાથે ભારતમાં નવી સ્માર્ટવોચ લોન્ચ, જાણો કિંમત

ટેમ્પરેચર અને હાર્ટ સેન્સર સાથે ભારતમાં નવી સ્માર્ટવોચ લોન્ચ, જાણો કિંમત

Team Chabuk-Tech Desk:  ભારતમાં વધુ એક સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે.  Timex Helix Smart 2.0 ભારતીય માર્કેટમાં ટૂંક સમયમાં જ આવી જશે. આ સ્માર્ટવોચમાં ટેમ્પરેચર અને હાર્ટ રેટ સેંસર આપવામાં આવ્યું છે. સાથે જ સ્માર્ટવોચમાં કેટલાય વોચ ફેસ પણ આપવામાં આવ્યા છે. Timex Helix Smart 2.0માં સ્ક્વાયર-શેપ્ડ ડાયલ આપવામાં આવ્યું છે. સાથે જ ગ્રાહકોને આ વોચમાં પાંચ જેટલા કલરનો વિકલ્પ પણ મળશે.

ભારતમાં કેટલી કિંમત ?

ભારતમાં Timex Helix Smart 2.0 ની કિંમત  3 હજાર 999 રૂપિયા રાખવામાં આવી છે. તેને એક્સક્લુઝિવ ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર વેચવામાં આવશે. પાંચ કલરમાં બ્લેક, Rose Gold Mesh, Black Mesh, ગ્રીન અને વ્હાઈટ સામેલ છે.

26થી 27 જુલાઈએ સેલ

આ સ્માર્ટવોચને Amazon Prime Day સેલ દરમિયાન ઉપલબ્ધ કરાવાશે. જે સેલ 26થી 27 જુલાઈએ થશે.એમેઝોન પર આ સ્માર્ટવોચ માટે નોટિફિકેશનનો ઓપ્શન પણ આપવામાં આવશે. જો કે, અન્ય પ્લેટફોર્મ પર આ વોચ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હજુ કંપનીએ જાણકારી આપી નથી.

DocOnline ફ્રી સબ્સક્રિપ્શન

Timex Helix Smart 2.0ની ખરીદી પર યુઝર્સને એક મહિના માટે  DocOnline ફ્રી સબ્સક્રિપ્શન મળશે. જેનાથી યુઝર્સ વન ટચમાં ઓનલાઈન કંસલટન્ટને એક્સેસ કરી શકશે. આ એક્સેસ યુઝર્સ ફોન અથવા ચેટના માધ્યમથી કરી શકશે. જેના માટે ઈનબિલ્ટ ટેલિમેડિસિન ફિચર આપવામાં આવ્યું છે.

1.33 ઈંચની કલર ટચ સ્ક્રીન ડિસ્પ્લે

Timex Helix Smart 2.0 સ્માર્ટવોચમાં 1.33 ઈંચની કલર ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. જેના રાઈટ એજમાં સિંગલ ફિઝિકલ બટન આપવામાં આવ્યું છે. જે સતત બોડી ટેમ્પરેચર અને હાર્ટ રેટને મોનિટર કરે છે. કંપનીનો દાવો છે કે, સ્માર્ટવોચ 9 દિવસનો એક્ઝિટ યુઝ અને 15 દિવસનો સ્ટેંડબાઈ ટાઈમ આપે છે. સાથે જ કંપનીએ કહ્યું કે, આ સ્માર્ટવોચને ફુલ ચાર્જ કરવા માટે 3 કલાકનો સમય લાગે છે.

10 સ્પોર્ટ્સ મોડ્સ

Timex Helix Smart 2.0માં 10 સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે. જેમાં બાસ્કેટ બોલ, યોગા, ફૂટબોલ જેવા મોડ્સ સામેલ છે. સ્માર્ટવોચમાં 24 વોચ ફેસ  આપવામાં આવ્યા છે. ચાર વોચ ફેસ ઈનબિલ્ટ છે જ્યારે બાકીના 20 વોચ ફેસને Timex iConnect એપથી એક્સેસ કરી શકાય છે. જે એપ્લિકેશન અને ઈમેલ નોટિફિકેશનને પણ સપોર્ટ કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments