Homeગામનાં ચોરેબ્રેકઅપ બાદ બદલો લેવા યુવતીએ 49 વાર સિગ્નલ તોડ્યા, 50મી વાર સિગ્નલ...

બ્રેકઅપ બાદ બદલો લેવા યુવતીએ 49 વાર સિગ્નલ તોડ્યા, 50મી વાર સિગ્નલ તોડવા જતાં ઝડપાઈ

Team Chabuk-International Desk: પ્રેમમાં પાગલ યુવાન કે યુવતી અનેકવાર કંઈક એવું કરી જતાં હોય છે જેના કારણે તેઓ જેલના સળિયા પાછળ જતાં રહે છે. બ્રેકઅપ બાદ પણ કેટલાક કપલ એક-બીજા સાથે બદલો લેવા અવનવા કારનામાં કરતાં રહે છે. આવો જ એક કિસ્સો ચીનમાં બન્યો છે. જ્યાં એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમી સાથે બદલો લેવા માટે જોખમ ઉઠાવ્યું. જો કે, યુવકને જાળમાં ફસાવવાની ગણતરીએ જે યોજના ઘડી હતી તેમાં યુવતી જ ફસાઈ ગઈ છે.

49 વાર ટ્રાફિક સિગ્નલ તોડ્યા

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં સાઓક્સિંગમાં લૂ નામની એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીની ઓડી કારથી 49 વાર ટ્રાફિક સિગ્નલ તોડ્યા.

ભાડે લીધી હતી કાર

શાઓક્સિંગમાં પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ચોંકાવનારી હકીકતો સામે આવી.  પોલીસે નોંધ્યું કે કાર માલિકનું નામ કિયાન છે જે યુવતીનો પૂર્વ પ્રેમી છે. રિપોર્ટ મુજબ કિયાને ચેન નામના એક વ્યક્તિએ કાર ભાડે લીધી હતી. ચેને બાદમાં સ્વીકાર્યું હતું કે, તેણે ઝૂ નામના યુવક માટે કાર ભાડે લીધી હતી. ઝૂ યુવતીનો નવો બોયફ્રેન્ડ છે.

યુવતીએ લગાવ્યો દગો આપવાનો આરોપ

જ્યારે આ સમગ્ર મામલે યુવતીને પૂછવામાં આવ્યું તો યુવતીએ તેના કિયાન નામના પૂર્વ બોયફ્રેન્ડ પર દગો કરવાનો આરોપ લગાવ્યો. યુવતીએ કહ્યું કે, કિયાને બીજી યુવતીના ચક્કરમાં આવી તેની સાથે બ્રેકઅપ કરી લીધુ છે. આ વાતે જ યુવતી તેના પૂર્વ બોયફ્રેન્ડ પર ગુસ્સે હતી અને બદલો લેવાનો પ્લાન ઘડ્યો હતો.

નવા બોયફ્રેન્ડે મદદ કરી

રિપોર્ટ અનુસાર, ઝૂએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, તેણે લૂ સાથે ડેટ પર જવા માટે કાર ભાડે લીધી હતી. લૂએ નવા બોયફ્રેન્ડ સાથે શરત મુકી હતી કે તે આવી રીતે બદલો લેવામાં તેની મદદ કરશે તો જ તે ડેટ પર આવશે.

પોલીસે યુવતીની ધરપકડ કરી

યુવતીએ રેડ લાઈટ હોવા છતાં 49 વાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું. 50મી વાર જ્યારે તેણે પૂરપાટ ઝડપે સિગ્નલ તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેને રોકી અને ધરપકડ કરી લીધી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતીએ માત્ર બે જ દિવસમાં કુલ 49 વાર ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments