Homeગામનાં ચોરેકેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો, આ મહિના સુધીમાં...

કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો, આ મહિના સુધીમાં મળી શકે છે લાભ

Team Chabuk-Gujarat Desk: કોરોના સંકટ અને વધતી મોંઘવારીની વચ્ચે કેન્દ્ર સરકારની તરફથી કેન્દ્રિય કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. કેબિનેટે કેન્દ્રિય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ (DA) 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે. આ રીતે ડીએમાં કુલ 11 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારના રોજ થયેલી મીંટીંગમાં લેવામાં આવ્યો હતો.

અનુરાગ ઠાકુરની પ્રેસ કોન્ફરન્સ

પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટમાં લીધેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આનું કુલ બજેટ 34 હજાર કરોડ હશે અને આ નિર્ણય જુલાઈ મહિનાથી લાગુ થશે. કેન્દ્રિય કર્મચારીઓને ડિયરનેસ અલાઉન્સ (DA) અને પેન્શનરને ડિયરનેસ રિલીફ પર નિર્ણય લેવામાં આવ્યો છે. હવે DAના દરને 17 ટકાથી વધારીને 28 ટકા સુધી કરી દેવામાં આવ્યો છે. જેને એક જુલાઈ 2021થી લાગુ કરવામાં આવશે.

ક્યારે મળશે લાભ?

કોરોના સંકટના કારણે 1 જાન્યુઆરી 2020થી ડીએને રોકી દેવામાં આવ્યું હતું. બાદમાં તેને 1 જુલાઈ 2021 સુધી રોકી દેવામાં આવ્યું. પણ હવે જ્યારે ડીએને લઈ કેન્દ્રિય કેબિનેટમાં નિર્ણય થયો છે ત્યારે સપ્ટેમ્બર સુધીમાં કર્મચારીઓને ભથ્થાનો લાભ મળી શકે છે. જો તમે કેન્દ્રિય કર્મચારી છો તો તમારી સેલરી કેટલી વધશે આ માટે તમારે તમારી બેઝીક સેલરી ચેક કરવાની રહેશે. સાથે જ હાલના ડીએને પણ ચેક કરો. ડીઆરની ગણતરી પર આ ફોર્મ્યુલા લાગુ પડશે.

એક વર્ષ બાદ પ્રત્યક્ષ બેઠક

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વર્ષ બાદ બુધવારના રોજ કેન્દ્રિય કેબિનેટની બેઠક કરી રહ્યા છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા એક વર્ષથી કેબિનેટની પ્રત્યક્ષ બેઠક થઈ નહોતી. પીએમ મોદીની બુધવારની મીટીંગમાં તમામ સભ્યો વ્યક્તિગત રીતે હાજર છે. આ પહેલા 2020ની સાલમાં એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં બેઠક થઈ હતી જ્યારે કોરોના વાઈરસ ફેલાયો હતો.

આર્થિક સ્થિતિ નબળી

કોરોના સંકટના કારણે અર્થવ્યવસ્થા નબળી પડી છે. મોંઘવારીનો માર સામાન્ય લોકો પર પડી રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ કાબૂમાં નથી આવી રહ્યા. ખાદ્ય તેલના ભાવ પણ ઉછળી રહ્યા છે. દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં પેટ્રોલ સદી ફટકારી ચૂક્યું છે. આ સિવાય ગેસની કિંમતો પણ ટોચ પર પહોંચી ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments