Homeગામનાં ચોરેભારતમાં કોરોના વેક્સિનના સ્ટોરેજની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

ભારતમાં કોરોના વેક્સિનના સ્ટોરેજની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

આંદોલનનો 14મો દિવસ

કૃષિ કાયદા વિરૂદ્વ ખેડૂતોના આંદોલનનો 14મો દિવસ છે. સરકાર અને ખેડુત આગેવાન વચ્ચે આજે છઠ્ઠી બેઠક મળશે. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થવાનું છે. અત્યાર સુધીની બેઠકોનો કોઈ નિવેડો ન આવતા ખેડૂતોએ ગઈકાલે ભારત બંધનુ એલાન આપ્યું હતું. જેને વિવિધ રાજકીય પાર્ટીઓ અને સંગઠનોએ સમર્થન આપ્યું હતું.

વિપક્ષની કવાયત

કૃષિ કાયદા મુદ્દે આજે વિપક્ષીદળો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે દિલ્હીમાં મુલાકાત કરશે. સાંજે વિપક્ષીદળના પાંચ નેતાઓ રાષ્ટ્રપતિને મળવા પહોંચશે. કોવિડ-19 પ્રોટોકોલના કારણે 5 નેતાને જ મળવાની મંજૂરી મળી છે. આ નેતાઓમાં NCP તરફથી શરદ પવાર, કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી તેમજ વામપંથી નેતાઓ હાજર રહેશે.

કેન્દ્રીય કેબિનેટ

આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળવાની છે. બેઠકમાં ખેડૂતો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. ખેડૂતો સાથે સરકારની બેઠક નિષ્ફળ રહી છે. ગૃહમંત્રી અને ખેડૂત નેતાઓની બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. ખેડૂતો ત્રણેય કાયદાને પાછા ખેંચવાની માગ પર અડગ છે.

ગુજરાત કેબિનેટ

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની મીટીંગ મળશે. કેબિનેટમાં કોરોના વેકસીનની વિતરણ વ્યવસ્થા વિશે ચર્ચા થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના કચ્છ પ્રવાસ મુદ્દે પણ ચર્ચા થશે. તો  શિક્ષકોના 4200 ગ્રેડ પે અને રાજ્યના મનપા અને નગરપાલિકામાં વહીવટદારોની નિમણૂંક મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.

ACBનો સ્થાપના દિવસ

આજે ACBની સ્થાપના દિવસની ACBના વેબ પેજ પર ઓનલાઈન ઉજવણી થશે. કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઈન ઉજવણીનું ઓયોજન કરવામાં આવશે. CM રૂપાણી, કાયદામંત્રી અને ગૃહમંત્રી આ કાર્યક્રમમાં જોડાશે.

વેક્સિનના સ્ટોરેજની તૈયારી

ભારતમાં કોરોના વેક્સિનના સ્ટોરેજની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લક્ઝમબર્ગની બી મેડીકલ સિસ્ટમ કંપની ગુજરાતમાં સ્ટોરેજ બનાવશે. વેક્સિનના સ્ટોરેજ માટે કોલ્ડ ચેન ફેસિલિટીનું નિર્માણ કરશે. કંપનીના CEO એલ પ્રોવોસ્ટે કહ્યું માર્ચ સુધીમાં કોલ્ડ સ્ટોરેજ બની જશે. કંપનીના CEO એલ પ્રોવેસ્ટ ભારતની મુલાકાતે છે. મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્ય પણ કંપનીના સંપર્કમાં છે

વિશ્વમાં કોરોનાની સ્થિતિ

વિશ્વમાં કોરોના વાયરસ સતત વકરી રહ્યો છે. દુનિયામાં એક જ દિવસમાં 5 લાખ 76 હજાર 505 લોકો સંક્રમિત થયા છે. અને એક દિવસમાં 11 હજાર 636 લોકોના મૃત્યુ થયા છે.  હાલ વિશ્વમાં કોરોનાના 1 કરોડ 95 લાખ 36 હજાર 486 એક્ટીવ કેસ છે. વિશ્વમાં કોરોનાના કુલ 6 કરોડ 85 લાખ 42 હજાર 59 કેસ નોંધાઈ ચુક્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારત એક દિવસમાં કોરોનાના 32 હજાર 61 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 402 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ એક દિવસમાં 36 હજાર 537 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલ ભારતમાં કુલ 3 લાખ 77 હજાર 436 એક્ટીવ કેસ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments