Homeદે ઘુમા કેઆજે વિશ્વકપની વિરાટ જંગ, મેદાન પર ભારત અને પાકિસ્તાન

આજે વિશ્વકપની વિરાટ જંગ, મેદાન પર ભારત અને પાકિસ્તાન

Team Chabuk-Sports Desk: રવિવારના રોજ ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને હશે. છેલ્લે વનડે વિશ્વકપમાં આ બંને ટીમ 2019માં આમને સામને હતી. જ્યારે ટી ટ્વેન્ટી વિશ્વકપમાં પાંચ વર્ષ પહેલા બંને ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં અંતિમ પાંચ મુકાબલામાં પાંચેય મેચ ભારતે જીત્યા છે. આ વખતે નેતૃત્વ વિરાટ કોહલીના હાથમાં છે અને ધોની મેન્ટરની ભૂમિકામાં છે. આંકડાઓ ભારતની તરફ છે, તોપણ ભારતની ટીમ બાબર આઝમની પાકિસ્તાનની ટીમને હલ્કામાં નહીં લે, કારણ કે ક્રિકેટ એ અંતે અનિશ્ચિતતાની રમત છે.

સુનીલ ગાવસ્કરથી લઈને સૌરવ ગાંગુલી સુધીના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે કે ટી ટ્વેન્ટી એ ક્રિકેટનું એક એવું સ્વરૂપ છે, જેમાં કોઈ એક ખેલાડી આખી મેચમાં પરિવર્તન લાવીને રાખી દે છે. એ પાકિસ્તાનની વિરૂદ્ધ વિસ્ફોટક ફોર્મ ધરાવનાર વિરાટ કોહલી હોય કે પછી શાહીન શાહ આફ્રિદીની ધારદાર બોલિંગ. અથવા તો સૂર્યકુમાર યાદવ જે હસન અલીને પોતાની રિવર્સ ફ્લિકથી ચકિત્ત કરી શકે છે.

એક તરફ ખેલાડીઓ કહી રહ્યા છે કે, તેમના માટે આ સ્પર્ધા દરેક મેચ જેવી જ સામાન્ય છે. બીજી બાજુ ફેન્સે સોશિયલ મીડિયા પર વાતાવરણને ગરમ કરી રાખ્યું છે. જ્યારે જીવન અને મરણનો સવાલ હોય. મીમ્સ બની રહ્યા છે. ટીપ્પણીઓ થઈ રહી છે. મેચ પૂર્વે દિગ્ગજ ખેલાડીઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો પર માત્ર હાહા રિએક્ટ થઈ રહ્યું છે. સામે ભારત તરફથી રનમશીન વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા અનુભવ અને પ્રતિભાની ખાણ સમાન છે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલને છોડી દેવામાં આવે તો તમામ મેચમાં ભારતનું પલડું ઉપર રહ્યું છે.

ભારતીય બેટરોનું પ્રદર્શન તેના ટોચના પાંચ બેટ્સમેન રોહિત, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત પર નિર્ભર છે. ભારત માટે ચિંતા છઠ્ઠા બોલરની જ રહેશે, કારણ કે હાર્દિક પંડ્યા મેદાન પર માત્ર બેટરની ભૂમિકા ભજવવા માટે ઉતરવાનો છે. બોલિંગમાં મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, બુમરાહનું રમવું ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. અનુભવના કારણે ભુવનેશ્વરનું પલડું શાર્દુલ ઠાકુર કરતા ભારે લાગી રહ્યું છે. વધુમાં સ્પિનરની જો વાત કરવામાં આવે તો રવિચંદ્રન અશ્વિન અનુભવી છે અને રાહુલ ચાહર કરતા ઉત્તમ ખેલાડી છે.

ADV

પાકિસ્તાનને ઘણું સાબિત કરવાનું છે. તેમણે માત્ર ભારતની સામે વિજય પ્રાપ્ત કરી વિશ્વકપની પરંપરાનું ખંડન કરવાનું નથી, પરંતુ વિશ્વ ક્રિકેટને પોતાના ક્રિકેટનું સ્તર પણ બતાવવાનું છે. જ્યાં વિદેશી ટીમો આવતી નથી અને આવે પણ છે તો પરત ચાલી જાય છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ તેનું મોટું પ્રમાણ છે. એમના માટે ભારત સામેની મેચ એક તક છે. જોકે પાકિસ્તાન માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. યુએઇમાં આઈપીએલ રમી ચૂકેલી ભારતીય ટીમના ખેલાડીઓ લયબદ્ધ છે. પાકિસ્તાનનું પ્રદર્શન કેપ્ટન બાબર અને ફખર જમાંની બેટીંગ સિવાય રઉફ, ઈમાદ વસીમ, શાદાબ ખાન અને શાહીન પર આધારિત છે. અનુભવી મોહમ્મદ હફીઝ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments