Team Chabuk-National Desk: પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જનતાના માથે મોંઘવારીનો માર પડી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price) વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 75 થી 84 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 76 થી 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 103.41 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 94.67 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. 12 દિવસમાં 10મી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે.

મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 118.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 102.64 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 113.03 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 97.82 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલ 108.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.04 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે, છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેર | પેટ્રોલના ભાવ (પ્રતિ લિટર રૂ.) | ડીઝલના ભાવ (પ્રતિ લિટર રૂ.) |
અમદાવાદ | 103.07 | 97.35 |
વડોદરા | 102.72 | 97.02 |
સુરત | 102.94 | 97.25 |
રાજકોટ | 102.83 | 97.13 |
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો