Homeગામનાં ચોરેમાસ્ટરમાઈન્ડ: ઈસરોના જૂનિયર વૈજ્ઞાનિકના ઘરમાંથી 25 લાખ રૂપિયાની ચોરીનો પ્લાન અન્ય કોઈએ...

માસ્ટરમાઈન્ડ: ઈસરોના જૂનિયર વૈજ્ઞાનિકના ઘરમાંથી 25 લાખ રૂપિયાની ચોરીનો પ્લાન અન્ય કોઈએ નહીં પણ તેની જ પત્નીએ ઘડ્યો હતો

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે ઈસરોના જૂનિયર વૈજ્ઞાનિકના (ISRO Junior Scientist) ઘરમાંથી 25 લાખ રૂપિયાની લૂંટનું ષડયંત્ર રચનાર બીજું કોઈ નહીં પણ તેની પોતાની અર્ધાંગીની જ હતી. ષડયંત્રકારી પત્ની, ઈસરોના જૂનિયર વૈજ્ઞાનિકની સાળી અને એક અન્ય મહિલાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલો માલ પણ કબ્જે કર્યો છે. પોલીસ હાલ જૂનિયર વૈજ્ઞાનિકની પત્નીની પૂછપરછમાં લાગી છે.

જાણકારી અનુસાર, પોલીસે જે મહિલાઓની ધરપકડ કરી છે, તેમાં જૂનિયર વૈજ્ઞાનિક (ISRO Junior Scientist) શશાંક શુક્લાની પત્ની મુસ્કાન, સાળી તનુ દીક્ષિત અને એક અમિતા ગુપ્તા નામની મહિલા છે. તનુ અને અમિતા શહેરના સીતાપુર રોડની રહેવાસી છે. 29 માર્ચના રોજ જ્યારે આ ઘટના બની ત્યારે શશાંક શુક્લની માતા કાંતિ દેવીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર તેમના ઘરમાં ત્રણ નકાબ પહેરેલા તસ્કરો ઘુસ્યા હતા, મારપીટ કરી હતી અને 25 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા.

તપાસમાં પોલીસને શરુઆતથી જ કોઈ જાણભેદુનો હાથ હોય એવું લાગતું હતું. તમામ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વિલાન્સ અને મુખબિરની મદદથી લૂંટની ઘટનામાં પરિવારનું જ કોઈ સભ્ય સંકળાયેલું હોવાની બાતમી પ્રાપ્ત થઈ હતી. પોલીસને મુસ્કાનની બહેન તનુ અને તેની મિત્ર અમિતાની ગતિવિધિ સંદિગ્ધ લાગી હતી. પોલીસે તનુ અને બ્યૂટી પાર્લર ચલાવનારી અમિતાની પૂછપરછ કરી હતી. જ્યાં તેમણે ગુનો કબૂલ્યો હતો. બંને પાસેથી પોલીસે મુદ્દામાલ મેળવી લીધો હતો. પોલીસ પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે મુસ્કાને તેના દાગીના બહેન તનુ અને કથિત પુરુષ મિત્રને ઘણા સમય પહેલા આપી દીધા હતા. તનુ અને તેનો પુરુષ મિત્ર એ દાગીના પરત નહોતા કરી શક્યા.

મુસ્કાનના દેવર અને નણંદના વિવાહ થવાના હતા. જેમાં મુસ્કાનને પોતાના દાગીના પહેરવા પડતા હોય પણ તેની પાસે દાગીના નહોતા. જેથી તેણે બહેન તનુ અને મહિલા મિત્ર અમિતાની સાથે લૂંટનો પ્લાન ઘડ્યો. તેણે પોતાની સાસુ અને નણંદના ઘરેણા પહેલા જ પોતાની મહિલા મિત્રને આપી દીધા હતા. એ પછી ખૂદને ઈજાગ્રસ્ત કરી લૂંટની કાલ્પનિક વાર્તા ઘડી કાઢી હતી. હજુ જૂનિયર વૈજ્ઞાનિકની પત્ની મુસ્કાનની પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસે આ સમગ્ર કાંડમાં સામેલ તનુના પુરુષ મિત્રની શોધ કરવાની કવાયત હાથ ધરી છે. જેના કારણે મુસ્કાન અને તેની બહેને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

shreeji dhosa

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments