Team Chabuk-Auto Desk: ભારતમાં આજે પણ ઘણા લોકો ટુથપેસ્ટની જગ્યાએ કોલગેટ બોલે છે, કારની જગ્યાએ મારુતિ બોલે છે તેમ ટુ-વ્હીલર કે બાઈકની જગ્યાએ સ્પ્લેન્ડર બોલે છે. આ તમામ બ્રાંડ કે કંપની લોકોના મોઢે એવી વણાઈ ગઈ છે કે લોકો તુરંત જ તેનું નામ લઈ લે છે. ભારતમાં જો ટુ-વ્હીલરની વાત નીકળે એટલે પહેલું નામ સ્પ્લેન્ડરનું આવે. હીરો-હોન્ડા કંપનીએ સ્પ્લેન્ડર 1994માં લોન્ચ કર્યું હતું. તેમ છતાં આજે પણ આ ટુ-વ્હીલર નવા મોડેલને ટક્કર આપી રહ્યું છે. એવા જ અન્ય ટુ-વ્હીલરની પણ આજે વાત કરીશું જેને લોકોએ ખૂબ ખરીદ્યા.
Hero Splender
હીરો સ્પ્લેન્ડર વર્ષ 2020માં નંબર વન પર રહ્યું. ડિસેમ્બર 2020માં હીરો કંપનીએ સ્પ્લેન્ડરના 1,94,930 ટુ-વ્હીલરનું વેચાણ કર્યું. ડિસેમ્બર 2019માં 1,93,726 સ્પ્લેન્ડર વેચાયા હતા. તેથી કહી શકાય કે ડિસેમ્બર 2019ની તુલનાએ ડિસેમ્બર 2020માં એક ટકા વધુ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. સિમ્પલ ડિઝાઈન, સારી એવરેજ અને મજબૂતાઈના કારણે આજે પણ લોકોમાં સ્પ્લેન્ડર લોકપ્રિય છે. હિરો કંપની દર વર્ષે દસ લાખથી વધુ સ્પ્લેન્ડર યુનિટનું વેચાણ કરે છે.
Hero HF Deluxe
બીજા નંબરે પણ હીરો કંપનીના મોડેલે જ જગ્યા બનાવેલી છે. દેશમાં સૌથી વધુ વેચાતા ટુ-વ્હીલરમાં બીજા નંબરે છે Hero HF Deluxe. ડિસેમ્બર 2020માં Hero HF Deluxeના 1,41,168 ટુ-વ્હીલરનું વેચાણ થયું. ગત વર્ષની વાત કરીએ તો ડિસેમ્બર 2019માં 1,38,951 યુનિટનું વેચાણ થયં હતું. આમ ડિસેમ્બર 2020માં 2 ટકા વેચાણ વધ્યું.
Honda Activa
ત્રીજા નંબરે છે હોન્ડા કંપનીનું એક્ટિવા. ડિસેમ્બર 2020માં એક્ટિવાના 1,34,077 યુનિટનું વેચાણ થયું. જ્યારે ડિસેમ્બર 2019માં 1,31,899 યુનિટ વેચાયા હતા. એટલે કહી શકાય કે ડિસેમ્બર 2019ની તુલનાએ ડિસેમ્બર 2020માં 2 ટકાનું વેચાણ વધ્યું છે. જેમ સ્પ્લેન્ડરનું નામ લોકોના દિલ અને દિમાગમાં છપાઈ ગયું છે તેમ સ્કૂટરની શ્રેણીમાં એક્ટિવાનું નામ પણ લોકોના દિલ-દિમાગમાં ફીટ થઈ ગયું છે. 2001માં કંપનીએ એક્ટિવાનું પ્રથમ મોડેલ લોન્ચ કર્યું હતું. 20 વર્ષમાં 25 મિલિયન એક્ટિવા ટુ-વ્હીલરનું વેચાણ કર્યું હોવાનો કંપનીએ દાવો કર્યો છે. એટલે કે દર વર્ષે 10 લાખ કરતાં પણ વધુ એક્ટિવાનું વેચાણ થયું કહી શકાય.
Bajaj Pulsar
ભારતમાં ટુ-વ્હીલરના વેચાણના મામલે બજાજ કંપનીનું પલ્સર ચોથા નંબરે છે. ડિસેમ્બર 2020માં બજાજ પલ્સરના 75,421 યુનિટ વેચાયા છે. ડિસેમ્બર 2019માં પલ્સરના 50,931 યુનિટ વેચાયા હતા. બન્ને વર્ષના તફાવતની વાત કરીએ તો ડિસેમ્બર 2019 કરતાં ડિસેમ્બર 2020માં 48 ટકા વેચાણ વધ્યું.
TVS XL Moped
આ બાઈક લોકોને લુનાની યાદ અપાવે છે. લુના તો બંધ થઈ ગયા પરંતુ ટીવીએસ કંપનીએ લુના જેવું જ TVS XL Moped બજારમાં બહાર પાડ્યું અને લોકો ધડાધડ ખરીદવા લાગ્યા. જેમ માગ વધતી ગઈ તેમ તેમ TVS XL Mopedની કિંમત પણ વધતી ગઈ. તેમ છતાં ડિસેમ્બર 2020માં 59,923 યુનિટનું વેચાણ થયું. જ્યારે ડિસેમ્બર 2019માં 45,669 યુનિટનું વેચાણ થયું હતું. ડિસેમ્બર 2020માં આગલા વર્ષ કરતાં 31 ટકા વેચાણ વધ્યું. સેકન્ડ હેન્ડમાં પણ આ મોપેડની માગ સારી એવી છે.
Honda CB Shine
દેશમાં સૌથી વધુ ટુ-વ્હીલરના વેચાણના મામલામાં છઠ્ઠા નંબરે છે હોન્ડા સીબી સાઈન. હોન્ડા કંપનીએ ડિસેમ્બર 2020માં સીબી સાઈનના 56,003 યુનિટનું વેચાણ કર્યું હતું જ્યારે ડિસેમ્બર 2019માં 51,066 યુનિટ વેચાયા હતા. ડિસેમ્બર 2019ની તુલનાએ ડિસેમ્બર 2020માં 10 ટકા વધુ વેચાણ થયું છે.
Suzuki Access
સુઝુકી કંપનીનું એક્સેસ સ્કૂટર વેચાણના મામલામાં સાતમાં નંબરે છે. ડિસેમ્બર 2020માં એક્સેસના 40,154 યુનિટનું દેશભરમાં વેચાણ થયું હતું. તો ડિસેમ્બર 2019ની વાત કરીએ તો એક્સેસના 37,495 યુનિટ વેચાયા હતા. ડિસેમ્બર 2020માં ડિસેમ્બર 2019ની સરખામણીએ 7 ટકાનો વધારો જોવા મળ્યો.
Royal Enfield Classic 350
રોયલ એનફિલ્ડ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ કિંમત ઉંચી હોવાના કારણે ઘણા લોકો તેને ખરીદી નથી શકતાં. જો કે વેચાણના મામલે દેશમાં રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 આઠમાં નંબરે છે. ડિસેમ્બર 2020માં તેના 39,321 યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે ડિસેમ્બર 2019માં 29,121 યુનિટ વેચાયા હતા. એટલે કે ડિસેમ્બર 2020માં ડિસેમ્બર 2019 કરતાં વેચાણમાં 35 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
TVS Jupiter
TVS Jupiter વેચાણના મામલે નવમા નંબરે છે. ડિસેમ્બર 2020માં જ્યુપિટરના 38,435 યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે ડિસેમ્બર 2019ની જો વાત કરીએ તો 36,184 યુનિટ વેચાયા હતા. આમ ડિસેમ્બર 2019 અને ડિસેમ્બર 2020માં 6 ટકા વેચાણનો તફાવત જોવા મળ્યો. ડિસેમ્બર 2020માં વધુ યુનિટ વેચાયા.
Hero Passion
દેશમાં વેચાતા ટોપ-10 ટુ-વ્હીલરની યાદીમાં છેલ્લું અને 10મું નામ છે હીરો કંપનીના પેશન મોડેલનું. હિરો પેશન ડિસેમ્બર 2020માં 36,624 યુનિટ વેચાયા હતા જ્યારે ડિસેમ્બર 2019માં 26,960 યુનિટનું વેચાણ થયું હતું. એટલે કે ડિસેમ્બર 2019ની સરખામણીએ ડિસેમ્બર 2020માં 36 ટકા વેચાણ વધુ નોંધાયું.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ