Homeગામનાં ચોરેટ્રમ્પ છૂટાછેડા આપતા પહેલા આવા ભયંકર કરારો કરે છે

ટ્રમ્પ છૂટાછેડા આપતા પહેલા આવા ભયંકર કરારો કરે છે

ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા. ચૂંટણી હારવાનો આઘાત તો તેમને લાગ્યો જ છે, પરંતુ તેના કરતા વધારે તેમના અંગત જીવનને મોટો ઝટકો લાગ્યાની ચર્ચા છે. ચૂંટણી હાર્યા બાદ પણ ટ્રમ્પ જો બાયડેનને સ્વીકારવા તૈયાર નથી. તેમણે મતગણતરીમાં ગેરરીતિનો પણ આરોપ લગાવી દીધો છે. હવે ડૉનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ વચ્ચે તિરાડ પડી હોવાની ખબરો સામે આવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, મેલાનિયા ડૉનાલ્ડ ટ્રમ્પને છોડી દેશે.

ડોનાલ્ડ ટ્રમ્પની પૂર્વ રાજકીય સહયોગી ઓમારોસા મૈનિગોલ્ટ ન્યૂમૈને દાવો કર્યો છે કે, ટ્રમ્પ અને મેલાનિયાનું 15 વર્ષ જૂનું વૈવાહિક જીવન હવે પૂર્ણ થઈ ગયું છે. તેમનું કહેવું છે કે, મેલાનિયા હવે સમય ગણી રહી છે. ટ્રમ્પ વ્હાઈટ હાઉસ બહાર જશે આ સાથે જ મેલાનિયા પણ તેને ડિવોર્સ આપી દેશે.

રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, મેલાનિયા ટ્રમ્પની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોફે પણ દાવો કર્યો છે કે, મેલાનિયા લગ્ન જીવનમાં સમજૂતી મુદ્દે વાતચીત કરી રહી છે. સ્ટેફની વોલ્કોફનું માનીએ તો મેલાનિયાએ ટ્રમ્પની સંપત્તિમાં પુત્ર બૈરન જેટલો જ હિસ્સો માગ્યો છે. વોલ્કોફે દાવો કર્યો છે કે, વ્હાઈટ હાઉસમાં મેલાનિયા અને ડૉનાલ્ડ ટ્રમ્પનો રૂમ પણ અલગ-અલગ છે.

મેલાનિયાની એક મિત્રએ દાવો કર્યો કે, જ્યારે મેનાલિયા ટ્રમ્પ 2016માં રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે  મેનાલિયાની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. તેનું કારણ તેણે એવું કહ્યું હતું કે, મેલાનિયાને ટ્રમ્પ જીતશે તેવો ભરોસો ન હતો. એટલે કે એ જીતની ખુશીના આંસુ હતા.

એવી પણ ચર્ચા છે કે, ટ્રમ્પ અને મેનાલિયા વચ્ચે ખટરાગ હતો. જોકે, મેલાનિયા હંમેશાં દાવો કરતી આવી છે કે, ટ્રમ્પ સાથે તેના સંબંધો બહુ સારા રહ્યા છે. ટ્રમ્પ પણ દાવો કરતા આવ્યા છે કે, બંને વચ્ચે ક્યારેય લડાઈ નથી થઈ.

ડોનાલ્ડ ટ્રમ્પે બીજી પત્ની માર્લા મૈપલ્સ સાથે લગ્ન પહેલાં એક કરાર કર્યો હતો કે, તે ક્યારેય ટ્રમ્પની આલોચના નહીં કરે. ટ્રમ્પ વિરૂદ્ધ ઈન્ટરવ્યૂ નહીં આપે તેમજ કોઈ બુક પણ નહીં લખે. એવી ચર્ચા છે કે, ટ્રમ્પે મેલાનિયા સાથે પણ આવો જ કરાર કર્યો છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments