Homeગામનાં ચોરેઆખરે ટ્વીટરે ભારતમાં ગ્રીવાંસ ઓફિસર તરીકે આ વ્યક્તિની નિમણૂક કરી

આખરે ટ્વીટરે ભારતમાં ગ્રીવાંસ ઓફિસર તરીકે આ વ્યક્તિની નિમણૂક કરી

Team Chabuk-National Desk: ભારતમાં કેન્દ્ર સરકારે અને ટ્વીટર વચ્ચે મહિનાઓથી નવા આઈટી નિયમોના કારણે ચકમક ઝરી રહી છે. આખરે ટ્વીટરે કેન્દ્ર સરકારની સામે શરણાગતિ સ્વીકારતા રેસિડેન્સ ગ્રીવાંસ ઓફિસર તરીકે વિનય પ્રકાશની નિમણૂક કરી છે. કેન્દ્ર સરકારની સામે નવા આઈટી નિયમોના કારણે તણાવની  પરિસ્થિતિ સર્જાઈ હતી. કેન્દ્ર સરકાર ભારતમાં સ્થાનિક ફરિયાદ અધિકારીની નિમણૂક ઈચ્છતું હતું જ્યારે ટ્વવીટર તેની વિરૂદ્ધમાં હતું.

કંપનીએ વિનય પ્રકાશની નિમણૂક કરી છે. જે અંગેની સૂચના અમેરિકાની કંપની ટ્વીટરની વેબસાઈટ પર આપવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી નવા આઈટી રૂલ્સનું પાલન ન કરવા પર ટ્વીટર ભારતમાં સતત વિવાદોના ઘેરામાં આવ્યું હતું. હાઈકોર્ટે પણ સ્થાનિક અધિકારીની નિમણૂક બાબતે ટ્વીટરને ફટકાર લગાવી હતી.

ભારત સરકારના નવા આઈટી નિયમોના જણાવ્યા અનુસાર 50 લાખથી વધારે સોશિયલ મીડિયા યુઝર્સ હોય એ પ્લેટફોર્મે ભારતમાં અનુપાલન અધિકારી, નોડલ અધિકારી અને સ્થાનિક ફરિયાદ અધિકારીની નિમણૂક કરવાની રહે છે. આ ત્રણે અધિકારીઓનું ભારતના રહેવાસી હોવું જરૂરી છે.

આ પહેલા હાઈકોર્ટે અદાલતની સામે ખોટા તથ્ય રજૂ કરવા મુદ્દે ટ્વીટરને ફટકાર લગાવી હતી. નવા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું હતું કે, ‘ભારતમાં કામ કરનારી દરેક કંપનીને ભારતના કાયદાઓ માનવા પડશે.’ ભારતમાં આ નવા કાયદાઓને મોટાભાગની સોશિયલ મીડિયા કંપનીઓએ માની લીધા હતા અને તાત્કાલિક ઓફિસરની નિયુક્તિ કરી દીધી હતી. એક માત્ર ટ્વીટર સાથે વિવાદ જામ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments