Team Chabuk-Auto Desk : ઉડતી કારનું સ્વપ્ન ટૂંક સમયમાં હકીકતમાં બદલાઈ જશે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ એક હાઈબ્રીડ ગ્રાઉન્ડ-એર વ્હીકલને મંજૂરી આપી દીધી છે. આ બે સીટર ઉડતી કાર 100 માઇલ પ્રતિ કલાક એટલે કે 161 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
એફએએએ ટેરાફુગિયા ટ્રાંઝિશન (Terrafugia Transition)ને સ્પેશિયલ લાઇટ-સ્પોર્ટ એરક્રાફ્ટ એરવાર્થનેસનું પ્રમાણપત્ર અપાયું છે. એજન્સીના આ પ્રમાણપત્ર બાદ હવે આ કારને ઉડવા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે. મેસાચુસેટ્સમાં આવેલી ટેરાફુગિયાએ પ્રમાણપત્ર મેળવ્યા બાદ કહ્યું કે, આ એક મહત્વની સફળતા છે. આ વાહનનો ઉપયોગ હવે હવા અને માર્ગ બંને પર થઈ શકેશે.
આ કારનું ઉડાનવાળુ વર્ઝન માત્ર પાઇલટ્સ અને ફ્લાઈંગ સ્કૂલ માટે જ ઉપલબ્ધ છે. જો કે, આ કારને રસ્તા પર પણ જોવા માટે હજુ એક વર્ષનો સમયગાળો પસાર થઈ જશે. આ કારને હજુ પણ માર્ગ સલામતીનાં ધોરણો અનુસાર પ્રમાણપત્રની જરૂર છે.
કેવી છે ફ્લાઈંગ કાર ?
Transitionમાં 100-hp રોટેક્સ 912iS સ્પોર્ટ ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન છે. આ ટ્રાન્ઝિશન 10 હજાર ફૂટની ઉંચાઈએ 161 કિલોમીટર પ્રતી કલાકની ઝડપે ઉડી શકે છે. આ કાર કલાકમાં લગભગ 400 માઇલ એટલે કે 644 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
વિમાનનું એન્જિન પ્રીમિયમ પેટ્રોલ અથવા 100LL વિમાનના ઈંધણ પર આ કાર ઉડી શકશે. જ્યારે હાઇબ્રીડ-ઇલેક્ટ્રિક મોટર્સનો ઉપયોગ કાર ચલાવવા માટે કરવામાં આવે છે. Transitionમાં સ્ટેન્ડર્ડ ફીચર્સ અંતર્ગત ફોર વ્હીલ હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક્સ, એક શખ્ત કાર્બન ફાઈબરનો સલામતી કેજ અને સ્ટાન્ડર્ડ સુવિધાઓ તરીકે એરફ્રેમ પેરાશૂટ છે.
કારનું વજન આશરે 1 હજાર 300 પાઉન્ડ એટલે કે 590 કિલોગ્રામ છે અને તેમાં લેન્ડિંગ ગિઅર ફિક્સ છે. તો તેની પાંખો 27 ફુટ પહોળી છે. કારની પાંખોને વાળી દઈ તેને ગેરેજમાં પણ પાર્ક કરી શકાશે. ટેરાફુગિયાનું સપનું છે કે, આ ફ્લાઈંગ કારને તેને માલિક એક નાના એરપોર્ટ અથવા હાઈવે પર લેન્ડ કરાવ્યા બાદ રસ્તા પર ચલાવીને ઘર સુધી લઈ જાય
અન્ય ફ્લાઈંગ કારથી કેમ અલગ છે ?
ટ્રાંઝિશન કાર ઉબેર, કિટ્ટી હોક, બીએમડબ્લ્યુ અને અન્ય જેવી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી ફ્લાઈંગ કાર પ્રોટોટાઇપથી અલગ છે. કારણ કે આ કંપનીઓની ઉડતી કાર કોમર્શિયલ એર સ્પેસનો ઉપયોગ કરશે. ટેરાફુગિયા કહે છે કે તેની ફ્લાઈંગ કારને ફક્ત એક મિનિટમાં ફ્લાઇંગ મોડથી ડ્રાઇવિંગ મોડમાં ફેરવી શકાય છે.
કેટલી કિંમત હશે ?
એક ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ 2018માં ટ્રાન્ઝિશનના 2 સીટર મોડેલની કિંમત અંદાજે 2 કરોડ 91 લાખ રૂપિયા હતી. હવે 2022માં કંપની હાઇબ્રિડ ગ્રાઉન્ડ-એર વ્હીકલને લોન્ચ કરશે જે બાદ તેની કિંમતની જાહેરાત કરાશે.
ટેરાફુગિયા અનેક મોડલની ઉડતી કાર બનાવી રહી છે. કંપનીના અન્ય મોડેલોમાં 4-સીટર TF-X સામેલ છે, જે એક ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) કાર હશે.
TF-X એક સેમે ઓટોનોમસ ફ્લાઈંગ કાર હશે, જેમાં કોમ્પ્યુટર કંન્ટ્રોલ આપવામાં આવશે. જેમાં મુસાફરો તેનું ગંતવ્ય સ્થાન ટાઈપ કરી શકશે. આ કાર હવાઈ ટ્રાફિક, ખરાબ વાતાવરણ અને પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રો પરથી ઓટોમેટિક બચી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં સક્ષમ હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત