Homeદે ઘુમા કેશું આ સ્વદેશી બોલના કારણે ઇંગ્લેન્ડ સામે હાર્યું ભારત ?

શું આ સ્વદેશી બોલના કારણે ઇંગ્લેન્ડ સામે હાર્યું ભારત ?

Team Chabuk Sports Desk: ભારતીય ટીમ ઈગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ હારી ગઈ. એક અઠવાડિયા પહેલાં કોઈને ચેન્નાઈ ટેસ્ટના આવા પરિણામની અપેક્ષા નહોતી. ટીમ ઈન્ડિયા પહાડ જેટલા 227 રનથી હારી છે. ચાર ટેસ્ટની સિરીઝમાં 0-1થી ટીમ ઈન્ડિયા પાછળ ચાલી રહી છે. બીજી તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલનો રસ્તો પણ ભારત માટે મુશ્કેલ બનવા લાગ્યો છે.

હવે જ્યારે હાર પર ક્રિકેટ રસિયાઓમાં હાહાકાર શરૂ થયો છે ત્યારે ભારતીય ટીમે ફરી એકવાર બોલ પર સવાલ ઉઠાવ્યા છે. જો કે, બીજી તરફ સવાલ એ છે કે, જે બોલ પર ભારતીય ટીમ સવાલ ઉઠાવી રહી છે તે બોલથી જ તો ઈગ્લેન્ડે વિશાળ સ્કોર ખડકી દીધો હતો !

ચાર વર્ષ બાદ ઘરેલું મેદાનમાં હારથી ટીમ થોડી નિરાશ છે. બીજી તરફ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન પ્રથમ ટેસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા એસજી બોલની ગુણવત્તાથી સંતુષ્ટ નથી. ભારતીય બોલરોએ મેચ દરમિયાન બોલને બદલવાની વિનંતી કરી હતી, જેને ઓન-ફીલ્ડ અમ્પાયર નીતિન મેનન અને અનિલ ચૌધરીએ ઇનકાર કર્યો હતો. વિરાટે બે વર્ષ પહેલાં આ સ્વદેશી એસજી બોલનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો, તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડ્યુક બોલના ઉપયોગની તરફેણ કરી હતી. ભારતીય કેપ્ટનની ફરિયાદ બાદ એસજીએ તેમના દડામાં ત્રણ ફેરફાર કર્યા હતા. 1 બોલમાં થનારા ફેરફારોને ઘટાડ્યા હતા. 2 બોલની અંદરની ફોર્કની કઠોરતા પર કામ કર્યુ હતું અને 3 રંગને વધુ ઘાટો કર્યો હતો, નવો બોલ પહેલાં કરતા વધુ લાલ રંગનો છે. આવો વિશ્વ ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા બોલ વિશે જાણીએ.

એસજી બોલ

આ કંપનીની શરૂઆત 1931માં પાકિસ્તાનના સિયાલકોટમાં થઈ હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી આ બોલ બનાવતો પરિવાર હિંદુસ્તાનમાં સ્થળાંતર થયો હતો. ત્યારબાદ તેમણે ફરીથી મેરઠમાં કંપનીની શરૂઆત કરી હતી. આ બોલ હાથથી બનાવવામાં આવે છે. ભારત એકમાત્ર દેશ છે જે આ બોલનો ઉપયોગ કરે છે. તેની સિલાઇ અન્ય બોલ કરતાં સારી છે પરંતુ ભારતીય પરિસ્થિતિમાં તે ફક્ત 10-20 ઓવરમાં જ સ્વિંગ થઈ શકે છે સાથે જ તે પોતાની ચમક પણ ગુમાવી દે છે. તેની સીમ 80-90 ઓવર સુધી જ રહે છે જેનાથી રિવર્સ સ્વિંગ કરવું સરળ બને છે તેમજ સ્પિનર્સને પકડ બનાવવામાં પણ મદદ કરે છે.

ડ્યૂક બોલ

આ બોલ ઇંગ્લેંડમાં બનાવવામાં આવે છે. તેને પણ હાથથી જ બનાવવામાં આવે છે. ઇંગ્લેન્ડ ઉપરાંત આ બોલનો ઉપયોગ આયર્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝમાં પણ થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થયા પહેલાં જ ડ્યુક કંપની બોલ બનાવી રહી છે. આ બોલની સીમ શાનદાર છે અને તે 50-55 ઓવર સુધી રહે છે. તે ફાસ્ટ બોલર્સને સૌથી વધુ મદદ કરે છે. આ બોલમાં માત્ર 20થી 30 ઓવર બાદ જ રિવર્સ સ્વિંગ મળવા લાગે છે. ડ્યૂકના હાલના માલિક ભારતીય મૂળના દિલીપ જજોદિયા છે.

કૂકાબુરા બોલ

આ બોલની સિલાઈ મશીનથી થાય છે. આ બોલ ઓસ્ટ્રેલિયામાં બને છે. આ બોલનો ઉપયોગ ઓસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ન્યૂઝિલેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વેમાં થાય છે. કૂકાબુરામાં સીમ ઠીકઠાક હોય છે. તેનાથી શરૂઆતની 20 ઓવરમાં સારી સ્વિંગ મળે છે પરંતુ ત્યારબાદ તે બેટ્સમેનને મદદ કરે છે. જ્યારે તેની સિલાઈ તૂટી જાય છે ત્યારે સ્પીનર્સને ગ્રિપ કરવામાં તકલીફ થાય છે. વન-ડે અને ટી-20માં ઉપયોગમાં લેવામાં આવતા સફેદ બોલનું નિર્માણ સૌ પ્રથમ કૂકાબુરાએ જ કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments