Team Chabuk Tech Desk: ભારતમાં લાંબા સમયથી વિદેશી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સના વિકલ્પની શોધ ચાલી રહી છે. ગયા વર્ષે ટૂટર નામની વેબસાઇટને માઇક્રોબ્લોગિંગ સાઇટના વિકલ્પ તરીકે શરૂ કરવામાં આવી હતી. હવે કૂ એપ ટ્વીટરના વિકલ્પ તરીકે રજૂ કરાઈ છે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે પણ કૂ એપ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. પિયૂઝ ગોયલ ઉપરાંત અન્ય ઘણાં મંત્રીઓએ પણ કૂ એપનો ઉપયોગ શરૂ કર્યો છે. કૂ એપએ તાજેતરમાં જ આત્મનિર્ભર ભારત એપ્લિકેશન ચેલેન્જમાં પણ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મન કી બાત કાર્યક્રમમાં કૂ એપની વાત કરી ચુક્યા છે.
I am now on Koo.
— Piyush Goyal (@PiyushGoyal) February 9, 2021
Connect with me on this Indian micro-blogging platform for real-time, exciting and exclusive updates.
Let us exchange our thoughts and ideas on Koo.
📱 Join me: https://t.co/zIL6YI0epM pic.twitter.com/REGioTdMfm
આપનામાંથી ઘણાને કૂ એપ્લિકેશન વિશે ખબર હશે પરંતુ ઘણા લોકો હજુ એવા છે જેમને કૂ એપ્લીકેશન વિશે જાણ નથી. કૂ એ એક માઇક્રોબ્લોગિંગ સાઇટ છે. જે ટ્વીટર જેવું જ કામ કરે છે. એટલે કે તેને ટ્વીટરને ટક્કર આપવા રજૂ કરાઈ છે. વધુ સરળતાથી સમજીએ તો, ‘કૂ એ મેડ ઇન ઈન્ડિયા ટ્વીટર’ છે. તે હિન્દી, અંગ્રેજી સહિત આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. કૂનો ઉપયોગ એપ્લિકેશન અને વેબસાઇટ બંને દ્વારા કરી શકાય છે. તેનું ઇન્ટરફેસ ટ્વીટર જેવું જ છે. જેની મર્યાદા 350 શબ્દોની છે.
આ અઠવાડિયે કૂએ તેની સીરીઝ એ ફંડીંગના ભાગ રૂપે 30 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ ફંડીંગ ઇન્ફોસિસના મોહનદાસ પાઈના 3one4 કેપિટલ તરફથી કરાયું છે. કૂને અગાઉ એક્સેલ પાર્ટનર્સ, કાલરી કેપિટલ, બ્લૂમ વેન્ચર્સ અને ડ્રીમ ઇન્ક્યુબેટર પાસેથી પણ ફંડ મળ્યું છે. કૂના સહ-સંસ્થાપક અને સીઈઓ અપ્રમેય રાધાકૃષ્ણ છે.
છેલ્લા ઘણા દિવસોથી ટ્વીટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ, ટ્વીટર ઈન્ડિયાના પબ્લીક પોલિસી ડાયરેક્ટર (ભારત અને દક્ષિણ એશિયા) મહિમા કૌલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. મહિમા કૌલે કહ્યું હતું કે, તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. જો કે, તાજેતરમાં સરકાર અને ટ્વીટર વચ્ચે થયેલા ટકરાવને પણ મહિમાના રાજીનામાના મુદ્દો સાથે જોડી દેવાયો છે. ગયા અઠવાડિયે, સરકારે નિયમો તોડવા માટે ટ્વીટર પાસેથી જવાબ માંગ્યો હતો અને અઠવાડિયાના અંત સુધીમાં મહિમાએ રાજીનામું આપ્યું હતું.
મહિમા કૌલના રાજીનામા બાદ સરકારે પાકિસ્તાન અને ખાલિસ્તાનના કથિત સમર્થકોના 1 હજાર 178 ખાતા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે ટ્વીટરને ચેતવણી આપી હતી કે જો તે સૂચનાનું પાલન નહીં કરે તો સંબંધિત કલમો હેઠળ દંડ અથવા સાત વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. આ નોટિસ પર ટ્વીટરે કહ્યું હતું કે, તે સરકાર સાથે વાત કરવા માંગે છે. ટ્વીટરે એમ પણ કહ્યું છે કે કર્મચારીઓની સલામતી તેની પહેલી પ્રાથમિકતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત