Team Chabuk-National Desk: ભારતમાં હાલ ચાલી રહેલી કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. પ્રથમ લહેર કરતાં આ બીજી લહેરમાં મૃત્યુઆંક પણ વધ્યો છે અને કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. ભારતમાં ફેલાયેલો આ બીજો વેરિઅન્ટને B1.617.2 વેરિઅન્ટ પણ કહેવામાં આવે છે. હવે બ્રિટનના એક નિષ્ણાતે એવો દાવો કર્યો છે કે ભારતમાં ફેલાયેલા આ B1.617.2 વેરિઅન્ટ સામે વેક્સિન પણ કારગર નથી.
બ્રિટનમાં હાલમાં કોરોનાથી બચવા માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે. પરંતુ આ વેક્સિન B1.617.2 વેરિઅન્ટને ફેલાતો રોકવામાં ઓછી પ્રભાવી હોવાનું સામે આવ્યું છે. બ્રિટનમાં વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, કોરોનાનો B1.617.2 વેરિઅન્ટ સૌપ્રથમ ભારતમાં દેખાયો હતો. ઘણા તેને ભારતીય વેરિઅન્ટ પણ કહે છે. ભારતમાં ફેલાયેલા B1.617.2 વેરિઅન્ટ સામે વેક્સિન પણ ઓછી અસરકારક હોવાનું આ વૈજ્ઞાનિકે કહ્યું છે.
બ્રિટનમાં પણ કોરોનાના B1.617.2 વેરિઅન્ટના કેસોની સંખ્યા અઠવાડિયામાં બે ગણી થઈ ગઈ છે. જેથી બ્રિટનમાં જે વિસ્તારમાં આ વાઇરસ વધુ ફેલાઈ રહ્યો છે ત્યાં ટેસ્ટ અને વેક્સિનેશનમાં ઝડપ લાવવામાં આવી રહી છે. ભારત બાદ હવે બ્રિટનમાં ફેલાઈ રહેલો કોરોનાનો B1.617.2 વેરિઅન્ટ સૌપ્રથમ ભારતના મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો.
બ્રિટનમાં ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિઅન્ટને લઈને ઓક્સફોર્ટ યુનિવર્સિટીના પ્રોફેસર એન્થની હાર્ડેને કહ્યું કે, આ વાઇરસના કારણે દેશને અનલોક કરવાની પ્રક્રિયામાં અડચણ પેદા થઈ શકે છે. કેમ કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ વેરિઅન્ટ કેટલી ઝડપથી ફેલાશે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ વેરિઅન્ટ સામે વેક્સિન પણ ઓછી અસર કરી શકે છે.
આ પહેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે, સરકાર એ આંકડાઓની રાહ જોઈ રહી છે કે નવો વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં કેટલો વધુ ફેલાય છે. તો આ તરફ બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે B1.617.2 વેરિઅન્ટ ઉત્તર પશ્ચિમી ઇંગ્લેન્ડ અને લંડનમાં ફેલાવાનો શરૂ થઈ ગયો છે.
આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે બ્રિટનમાં કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઓછો કરી દેવાયો છે. હવે બે પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 8 અઠવાડિયા કરી દેવામાં આવ્યું છે. જેથી હવે બ્રિટનમાં 8 અઠવાડિયા બાદ બીજો ડોઝ લઈ શકાશે. જો કે આ નિયમ હાલ 50 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે લાગુ કરવામાં આવ્યો છે. આ પહેલા બે ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનું અંતર રાખવાનો નિયમ બનાવાયો હતો. જો કે કોરોનાના B1.617.2 વેરિઅન્ટ ફેલાવાના દહેશતના પગલે સરકારે બે ડોઝ વચ્ચેનું અંતર ઓછું કરી દીધું છે.
પ્રધાનમંત્રી બોરિસ જોન્સને કહ્યું કે, આ વેરિઅન્ટ દેશની પ્રગતિ માટે અડચણરૂપ બની શકે છે. અમે લોકોને સુરક્ષિત રાખવા માટે જે કરવું પડશે તે કરીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત