સંયુક્ત રાષ્ટ્રના નાર્કોટિક ઔષધિ આયોગે ભાંગને ઔષધિ તરીકે માન્યતા આપી છે. ભાંગને માદક પદાર્થના લીસ્ટમાંથી હટાવી દીધી છે. આ લિસ્ટમાં ભાંગને અફીણ અને હેરોઈનના લીસ્ટમાં સામેલ કરાઈ છે.
મંજૂરી છતાં પ્રતિબંધ !
ભાંગને દવા તરીકે મંજૂરી આપવી કે કેમ એ અંગે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન થયું હતું. જેમાં 53 દેશમાંથી 27 દેશોએ ભાંગને દવા તરીકે મંજૂરી આપવાના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે 25 દેશોએ વિરોધમાં મતદાન કર્યું હતું. જો કે, ભાંગને હજુ પણ પ્રતિબંધિત લિસ્ટ-1માં રાખવામાં આવી છે. એટલે કે હજુ ભાંગને લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો માનવામાં આવી છે. UNના કાયદા અનુસાર, નોન-મેડિકલ ઉપયોગ માટે ભાંગનો ઉપયોગ નહીં થઈ શકે તે પ્રતિબંધિત ડ્રગ જ છે.
દવા તરીકે ઉપયોગી
મતદાનમાં યુક્રેન અનુપસ્થિત રહ્યું. અગાઉ 2019માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 1961માં બનેલી પ્રતિબંધિત દવાઓની યાદીમાંથી હટાવવા માટે રજૂઆત કરી હતી. યાદીમાંથી હટાવવાનું કારણ આપતા કહેવાયું હતું કે, ભાંગનો દુઃખાવા સહિતની કેટલીય બીમારીમાં દવા તરીકે ઉપયોગ થઈ શકે છે.
કોનું સમર્થન, કોનો વિરોધ ?
ભારતે વિરોધમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત અમેરિકા સહિત મોટા ભાગના યુરોપીય દેશોએ સમર્થનમાં મતદાન કર્યું હતું. બીજી તરફ ભારત સિવાય એશિયાના ચીન અને પાકિસ્તાને પણ વિરોધમાં મતદાન કર્યું હતું. આ સિવાયના દેશની જો યાદી જોવામાં આવે તો નાઈઝિરિયા,અફઘાનિસ્તાને ભાંગને પ્રતિબંધિત લિસ્ટમાંથી હટાવવાના વિરોધમાં મત આપ્યો હતો. અર્થાત્ એશિયાના મોટાભાગના દેશોએ વિરોધ નોંધવ્યો હતો.
શું ફાયદો થશે ?
ભાંગમાં ઔષધિય ગુણ છે. ભાંગમાંથી અનેક વસ્તુઓ બની શકે છે. 2025 સુધીમાં માત્ર અમેરિકા અને યુરોપમાં ભાંગમાંથી બનેલી ક્રીમ, સોડા વૉટર સીરમ તેમજ જ્યૂસ જેવા ઉત્પાદનોનો ધંધો 2.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજો છે.
શા માટે વિરોધ ?
ભાંગના છોડમાં ઔષધિય ગુણ રહેલો છે પરંતુ ભાંગ નશાના કારણે બદનામ છે. કહેવાય છે ને કે અતિની ગતિ નથી હોતી. એટલે કે કોઈ પણ વસ્તુનો તમે હદ કરતા વધુ ઉપયોગ કરો તો તે નુકસાન જ કરવાની. દાવો કરાયો છે કે, ભાંગનો યોગ્ય પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો તે દવાનું કામ કરે છે. જો ભાંગનો ઉપયોગ કોઈ લાંબા સમય સુધી સતત કરે તો તેને આદત પડી શકે છે. ડ્રગ્સ જેવી આદત પણ પડી શકે છે. દાવો છે કે, એટલે અન્ય દેશો આ મતદાનમાં વિરોધ કરી રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત