પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોરોના મુદ્દે સર્વદળિય બેઠક મળી. બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કહ્યું કે, આગામી સપ્તાહમાં વેક્સિન આવી જશે. સાથે જ પ્રધાનમંત્રીએ સંકેત આપી દીધો છે કે, પહેલાં તબક્કામાં વેક્સિન કોરોના વોરિયર્સ અને વૃદ્ધ વ્યક્તિને આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 8 વેક્સિન એવી છે જેનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આશા છે કે થોડા સમયમાં સારા સમાચાર મળશે.
વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતા જ કામ શરૂ કરી દેવામાં આવશે. ભારત એક વિશેષ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે. જે દરેક વ્યક્તિ સુધી વેક્સિન પહોંચાડવા માટે ટ્રેકિંગ કરશે. વેક્સિની કિંમત અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, વેક્સિનની કિંમત મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને નિર્ણય કરશે.
PM મોદીની મહત્વની વાતો
- ભારત એવા દેશોમાં શામેલ છે જ્યાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું છે.
- ભારતે કોરોના સામેની લડાઈ જે રીતે લડી છે તે દરેક દેશવાસીઓની ઇચ્છાશક્તિ દર્શાવે છે.
- ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન આશંકાઓ અને ડરના માહોલથી લઈને ડિસેમ્બરના આત્મવિશ્વાસ અને આશાવાદી વાતાવરણ સુધીની ખૂબ જ લાંબી યાત્રા કરી છે. હવે જ્યારે આપણે રસી સામે ઉભા છીએ ત્યારે લોકોની તે જ ભાગીદારી, તે જ સહયોગ તે જ વૈજ્ઞાનિક અભિગમ ખુબ મહત્વનો છે.
- વિશ્વની નજર ઓછા ખર્ચે સલામત રસી પર છે તેથી જ દુનિયાની નજર ભારત પર હોવી સ્વાભાવિક છે.
- ચર્ચામાં વેક્સિન મુદ્દે જે વિશ્વાસ જોવા મળ્યો તે કોરોના સામેની આપણી લડાઈને વધુ મજબુત બનાવશે. રસી મુદ્દે ભૂતકાળમાં પણ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા થઈ છે. રાજ્ય સરકારના અનેક સૂચનો પણ પ્રાપ્ત થયા છે.
- આઠ એવી વેક્સિન છે જેનું ટ્રાયલ થઈ રહ્યું છે. એવી આશા છે કે કેટલાક અઠવાડિયામાં વેક્સિન મુદ્દે સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતા જ કામ શરૂ કરી દેવામાં આવશે.
- ભારત એક વિશેષ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે. જે દરેક વ્યક્તિ સુધી વેક્સિન પહોંચાડવા માટે ટ્રેકિંગ કરશે. કેન્દ્ર સરકાર વિતરણ પર કામ કરી રહી છે, જે કામ રાજ્ય સરકારની મદદથી પાર પડશે સરકારે એક નેશનલ એક્સપર્ટ ગૃપ બનાવ્યું છે. જેમની ભલામણ મુજબ જ કામ કરવામાં આવશે
- વેક્સિનની કિંમત મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને નિર્ણય કરશે.
- કિંમત પર નિર્ણય લોકોને જોઈને લેવામાં આવશે અને રાજ્યનો પણ તેમા સહયોગ હશે.
જણાવી દઈએ કે, સર્વદળિય બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો જોડાયા હતા. આ ઉપરાંત વિપક્ષી પાર્ટીના પ્રમુખ નેતાઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત