Homeગામનાં ચોરેઉતરાખંડ: દેહરાદૂન નજીક ખીણમાં બસ ખાબકતા 13નાં મોત

ઉતરાખંડ: દેહરાદૂન નજીક ખીણમાં બસ ખાબકતા 13નાં મોત

Team Chabuk-National Desk: ઉતરાખંડના ચકરાતામાં રવિવારના રોજ ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ બનાવ ચકરાતાના સુદૂરવર્તી વિસ્તારના ત્યૂની રોડ પર સવારમાં આશરે દસ વાગ્યે બન્યો હતો. જણાવી દઈએ કે ચકરાતા ક્ષેત્ર દહેરાદૂનના વિસ્તારમાં પડે છે. માહિતી મળી એ મુજબ ચકરાતાના ભરમ ખતના બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલી યૂટિલિટી ગાડી રવિવારની સવારે બાયલા-પિંગુવા માર્ગ પર ગામની આગળ જ નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી.

shree-hari-jyotish

જાણકારી મુજબ વાહનમાં 16 લોકો સવાર હતા. જેમાંથી હાલ પ્રાપ્ય માહિતી અનુસાર 13 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે અને ત્રણ લોકો ગંભીરરૂપથી ઘાયલ થયા છે. 13 મૃતકોના મૃતદેહ પણ ખીણમાંથી મળી આવ્યા છે. પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળ પર હાજર હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં સહાયતા કરી હતી. માહિતી મળતા દહેરાદૂનથી એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર સમયસર પહોંચી ગઈ હતી.

shree-hari-jyotish

એસડીએમ ચકરાતા સૌરભ અસવાલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ માટે ચકરાતા અને ત્યૂની વિસ્તારથી રાજસ્વ ટીમ પહોંચી ગઈ હતી. દહેરાદૂનના ડીએમ ડો. આર રાજેશ કુમારે જણાવ્યું હતું કે, એસડીએમ અને એડીએમ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. દહેરાદૂનથી ડોક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ડીએમે માહિતી આપી હતી કે, ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોને આર્થિક સહાયતા આપવા માટે ભલામણ કરવામાં આવી છે.

shree-hari-jyotish

તમામ મૃતકો એક જ ગામના રહેવાસી છે. માર્ગ અકસ્માતની માહિતી મળતા કેબિનેટ મંત્રી ગણેશ જોશી અને નેતા પ્રતિપક્ષ પ્રીતમસિંહ અકસ્માતની જગ્યાએ આવવા માટે રવાના થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments