Homeગામનાં ચોરેક્રુઝ ડ્રગ્સ પાર્ટી મામલે આર્યન ખાનની ધરપકડ, આર્યને એવી જગ્યાએ ડ્રગ્સ છૂપાવ્યું...

ક્રુઝ ડ્રગ્સ પાર્ટી મામલે આર્યન ખાનની ધરપકડ, આર્યને એવી જગ્યાએ ડ્રગ્સ છૂપાવ્યું હતું કે કોઈને ખબર પણ ન પડે !

Team Chabuk-National Desk: મુંબઈ પાસે મધદરિયે ચાલી રહેલી ક્રુઝ ડ્રગ્સ પાર્ટી (cruise drugs party) મામલે બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના (sahrukh khan) પુત્ર (son) આર્યન ખાનની (ayran khan) ધરપકડ (arrested) કરી લેવામાં આવી છે. NCB દ્વારા કલાકો સુધી પુછપરછ કર્યા બાદ ડ્રગ્સ પાર્ટી મામલે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શિપમાં શનિવારે રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન ક્રુઝમાંથી મોટી સંખ્યામાં લોકો મળી આવ્યા હતાં. જેમાંથી 8 જેટલા લોકોને કસ્ટડીમાં લઈને પુછપરછ શરૂ કરવામાં આવી હતી. જેઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. તમામને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે.

NCBએ જે લોકોની ધરપકડ કરી છે તેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસ્મિત સિંહ, મોહ જયસ્વાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપડાનો સમાવેશ થાય છે. અરબાઝ મર્ચન્ટ આર્યન ખાનનો મિત્ર છે.

rps-baby-world-1

NCB દ્વારા આર્યન ખાનની પુછપરછ કરવામાં આવી ત્યારે તેણે NCBને જણાવ્યું હતું કે, આ પાર્ટીમાં તેને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાર્ટીમાં સામેલ થવા માટે તેની પાસેથી કોઈ રૂપિયા લેવામાં આવ્યા ન હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીના આયોજકોએ તેના નામનો ઉપયોગ કરીને લોકોને પાર્ટીમાં બોલાવ્યા હતા. તપાસ દરમિયાન આર્યન ખાનનો ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

NCBએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 2 ઓક્ટોબરે કોર્ડેલિયા ક્રુઝ પર રેડ પાડવામાં આવી હતી અને હાજર તમામ લોકોની તપાસ કરવામાં આવી હતી. ક્રુઝ પરથી એમડીએમએ, કોકેન, એમડી અને ચરસ મળી આવ્યું છે. NCBના ડીજી એસએન પ્રધાને કહ્યું કે, અમારી ટીમના 22 અધિકારીઓ સાદા કપડામાં ક્રુઝ પર પેસેન્જર બનીને ગયા હતા. શિપમાં લગભગ 1800 યાત્રિકો હતા. જેમાં ડ્રગ્સ પાર્ટીમાં સામેલ 8 લોકોને પકડી લેવામાં આવ્યા. રેડ બાદ સૌને મુંબઈ NCB ઓફિસ લાવવામાં આવ્યા જ્યાં તેઓની પુછપરછ કરવામાં આવી. હવે તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

એક ટીવી ચેનલના અહેવાલના જણાવ્યા પ્રમાણે, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. આ ઉપરાંત ક્રુઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ એમડીએમએ ડ્રગ્સની ટેબલેટ્સ અને 10 ગ્રામ એમડી મળ્યું છે.

advertisement-1

આ કેસમાં NCBએ 6 આયોજકને સમન્સ પાઠવ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે. ફેશન ટીવી ઇન્ડિયાના એમડી કાશિફ ખાનને પણ બોલાવામાં આવ્યા છે. આ દરમિયાન કાર્ડેલિયા ક્રૂઝના અધ્યક્ષ જુર્ગન બેલોમે કહ્યું હતું કે દરોડા દરમિયાન NCBના કેટલાંક યાત્રીઓના સામાનમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું અને તે યાત્રીઓને ઉતારી દેવામાં આવ્યા હતા. આ ક્રૂઝ મુંબઈથી ગોવા જતું હતું. શનિવાર, 2 ઓક્ટોબરના રોજ બપોરે આ ક્રૂઝ ગોવા જવા રવાનું થયું હતું અને 4 ઓક્ટોબરે મુંબઈ આવાવનું હતું. આ ક્રૂઝ પર ‘ક્રેઅર્ક’એ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments