Homeગામનાં ચોરેઆ ગામમાં 4 વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાઈ !

આ ગામમાં 4 વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાઈ !

Team Chabuk-National Desk: દેશમાં ફરી એકવાર અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેણે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ વખતે ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. ઉત્તરપ્રદેશના બરેલીમાં 4 વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો આવ્યો છે. પીડિતાની કાકી અને તાંત્રિક ભેગા મળીને કાળા જાદુના ચક્કરમાં 4 વર્ષની બાળકીની હત્યા કરી નાખી હોવાનો દાવો છે. જે બાદ બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને મૂકી રાખ્યો હતો.

બરેલીના એક ગામમાં તાંત્રિક વિધિ કરવા માટે ચાર વર્ષની બાળકીની હત્યા કરવા બદલ પીડિતાની કાકી અને એક તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચાર વર્ષની બાળકી મિસ્ટીના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે કાર્યવાહી કરી અને બાળકીની કાકીના ઘરેથી તેનો મૃતદેહ કબજે કર્યો. મિસ્ટી શનિવારે શિકારપુર ચૌધરી ગામમાં તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તેના પરિવારજનોએ ઈજ્જત નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બાળકીની કાકી સાવિત્રીએ કોઈને પણ તેના ઘરમાં આવવા દેતી નહોતી આથી પોલીસને વધારે શક પડ્યો હતો અને આખરે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને સાવિત્રીના ઘેર દરોડા પાડ્યાં હતા અને ત્યારે બોરવેલ પાસે રાખેલી બોરીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાવિત્રી અને તાંત્રિક ગંગારામે “કાળા જાદુ સંબંધિત ધાર્મિક વિધિઓ” માટે છોકરીની હત્યા કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસની તપાસ શરૂ કરી છે.

narbali at up baliya

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments