Homeગામનાં ચોરેતસવીરમાં દેખાતા દાદાને પાંચ વખત વેક્સિન ઠપકારી દીધી!

તસવીરમાં દેખાતા દાદાને પાંચ વખત વેક્સિન ઠપકારી દીધી!

Team Chabuk-National Desk: દેશમાં કોરોના વેક્સિનનું અભિયાન જોરોશોરોથી ચાલી રહ્યું છે. એવામાં ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક વ્યક્તિને પાંચ વખત વેક્સિન લગાવી દેવામાં આવી છે. કાર્યક્રમ અહીંથી રોકાતો નથી, આ વ્યક્તિને છઠ્ઠી વખત વેક્સિન લગાવવાની તારીખ પણ આવી ગઈ હતી. વ્યક્તિ પાસેના ડોક્યુમેન્ટ્સ આ સત્ય બોલી રહ્યા છે. આ વ્યક્તિની પાસે ત્રણ ઓનલાઈન ટીકાકરણ પ્રમાણપત્ર છે. વ્યક્તિનું નામ રામપાલ સિંહ સરધના છે, જેઓ ભાજપના બુથ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં 73 વર્ષીય વૃદ્ધ ચૌધરી રામપાલ સિંહને કાગળ પર પાંચ વખત વેક્સિન લાગી ચૂકી છે. એમણે પ્રથમ વેક્સિનનો ડોઝ 16 માર્ચના રોજ લીધો હતો. બીજો ડોઝ 8 મે 2021માં લીધો હતો. રામપાલે સ્વાસ્થ્ય કેન્દ્ર પર જઈ વેક્સિન લગાવતા તેમને વેક્સિનનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. જોકે તેમણે જ્યારે ઓનલાઈન પોતાનું સર્ટિફિકેટ કાઢવા ઈચ્છ્યું ત્યારે બે વખત વધુ વેક્સિનેશનના સર્ટિફિકેટ તેને મળ્યા હતા. ત્રીજા સર્ટિફિકેટમાં તો એક જ ડોઝ લાગ્યો હોવાનું કહે છે અને તેની નીચે આગામી ડોઝની તારીખ ડિસેમ્બર 2021 પણ લખેલી છે.

વાસ્તવમાં તો રામપાલને ફક્ત બે ડોઝ જ લાગ્યા છે. એ પણ માર્ચથી મે મહિનાની વચ્ચે. બીજા કમ્પલિટ વેક્સિનેશન સર્ટિફિકેટમાં વેક્સિનેશનની તારીખ 15 મે અને 15 સપ્ટેમ્બર લખવામાં આવી છે. રામપાલના સર્ટિફિકેટમાં અન્ય પણ ચોંકાવનારી વિગતો છે. દરેક વખતે એક જ નર્સે વેક્સિન લગાવી છે. પ્રથમ વેક્સિનના સર્ટિકિફેટમાં ઉંમર 73 અને બીજામાં 60 છે. પહેલા સર્ટિફિકેટમાં ઓળખપત્ર તરીકે આધારકાર્ડ છે બીજામાં પાન કાર્ડ છે.

આ સિવાય રામપાલે સ્વાસ્થ્ય વિભાગમાં અનિયમિતતાઓને લઈને પણ ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે તેમણે ઓનલાઈન પ્રમાણપત્ર કાઢવાની કોશિશ કરી તો નીકળ્યું નહોતું. એ પછી તેઓ સરધનાના સ્વાસ્થ્ય વિભાગ ઓફિસ પર પહોંચ્યા હતા અને પોતાની સમસ્યા જણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી તેમને પરેશાન કરે છે અને તેમને વારંવાર ચક્કર કાપવાનું કહ્યા રાખે છે. તેમનું આધારકાર્ડ અને પાનકાર્ડ પણ કર્મચારીઓએ લઈ લીધું છે.

આ અંગે ચિકિત્સા અધિકારી ડો. અખિલેશ મોહને કહ્યું હતું કે, એવું લાગે છે કે કેટલાક ટીખળખોરોએ પોર્ટલને હેક કરી લીધું છે. આ સમગ્ર ઘટનાની તપાસ ડિસ્ટ્રિક્ટ ઈમ્યૂનાઈઝેશન ઓફિસર ડો. પ્રવીણ ગૌતમને સોંપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments